Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુવા મોરચાએ શ્રાવણ માસમાં મહાપ્રસાદનું આયોજન કર્યું:સિદ્ધનાથ મહાદેવ મંદિરે આરતી બાદ ભક્તોએ પ્રસાદ લીધો

    9 hours ago

    પાટણ શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મહાપ્રસાદ અને આરતીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૭:૪૫ કલાકે સિદ્ધનાથ મહાદેવ, દશામાં મંદિર, પાટણ ખાતે યોજાયો હતો. આરતી બાદ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા અને શહેરના વિવિધ પદાધિકારીઓ, પ્રદેશ, જિલ્લા અને શહેર મોરચાના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્ર સંયોજકો, નગર સેવકો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસના આ અવસરે ભગવાન મહાદેવની આરાધના સાથે સમાજમાં સેવા, ભક્તિ અને એકતાનો સંદેશ આપવાનો આ પ્રયાસ કરાયો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચો – પાટણ શહેરના પ્રમુખ પાર્થભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ ભાટિયા અને સાહિલભાઈ દેસાઈએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ ઇન્ચાર્જ જયભાઈ પટેલ, અપૂર્વભાઈ મહેતા તથા ગાયત્રીબેન પ્રજાપતિ સહિત સમગ્ર ટીમે આયોજનમાં સહયોગ આપ્યો હતો."હર હર મહાદેવ"ના જયઘોષ સાથે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પૂર રાહત, ત્રણ સેવાભાવી વ્યક્તિઓનું સન્માન:મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા કરાયું બહુમાન
    Next Article
    સિંધુભવન-સેટેલાઈટ-જજીસ બંગ્લોઝ વિસ્તારમાં તલવાર-છરી પર પ્રતિબંધ નહીં!:અમદાવાદમાં હથિયારબંધી જાહેરનામું માત્ર 35 પોલીસ સ્ટેશનમાં જ લાગું, પોશ વિસ્તારમાં 'છૂટ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment