Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી પોલીસની કસ્ટડીમાં યુવકનું મોત થયાનું હાઇકોર્ટનું અવલોકન:હ્યુમન રાઇટ કમિશન અને મેજિસ્ટ્રેટ તપાસ કરશે, હાઇકોર્ટે કહ્યું- તમામ નાગરિકોના હક્ક એક સમાન; બે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    13 hours ago

    અરવલ્લીના મેઘરજ પોલીસ સ્ટેશને ગત ફેબ્રુઆરી મહિનામાં આરોપી ધર્મેશ પટેલ અને વિનોદ પારગી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેઓને આજે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. આરોપી ઉપર આક્ષેપ છે કે, આરોપીઓએ પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતર ફરતે કરેલી લોખંડની ફેન્સીંગમાં વીજ કરંટ ચાલુ રાખતા, તેમાં 21 વર્ષીય યુવક કિરણને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપી પોલીસ ચોકીથી ભાગી છૂટ્યો હતો આરોપીના વકીલે જણાવ્યું હતું કે, અરવલ્લી પોલીસે મૃતક કિરણને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેને પોલીસ ચોકી લઈ જવાયો હતો. આરોપીનો ગુનો જામીન પાત્ર હોવાથી તેને પોતાના ઘરેથી જામીન માટે લોકોને બોલાવ્યા હતા. પરંતુ આ દરમિયાન પોલીસના જણાવ્યા મુજબ આરોપી કુદરતી ક્રિયા કરવાનું કહીને પોલીસ ચોકીથી ભાગી છૂટ્યો હતો. ત્યાંથી 7 કિલોમીટર દૂર આવેલા ખેતરના ફેન્સીંગમાં કરંટ લાગવાથી તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે જવાબ નોંધવા બોલાવ્યા અને આરોપી બનાવી દીધા આરોપીઓનું કહેવું હતું કે, કોઈ વાડ કે ફેન્સીંગ તેઓએ કરી નથી કે તેમાં કોઈ કરંટ પસાર કર્યો નથી. ખેતરની બાજુની ખુલ્લી જમીનમાં લાશ મળી આવ્યું હોવાની જાણ થવાથી તેમને પોલીસે જવાબ નોંધવા બોલાવ્યા હતા અને આરોપી બનાવી દીધા હતા. વળી મૃતકના શરીર ઉપર માર મારવાના નિશાન દેખાઈ રહ્યા છે. પોલીસ આરોપીને 7 કિમી સુધી કેવી રીતે ન પકડી શકી? હાઇકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આરોપીને પકડીને ફક્ત દોઢ કલાકમાં તેને કેવી રીતે છોડી દેવામાં આવ્યો? વળી જો તે પોલીસને થાપ આપીને ભાગવાની કોશિશ કરી હોય તો ચિક્કાર નશામાં રહેલા માણસને પોલીસ 7 કિલોમીટર સુધી કેવી રીતે ન પકડી શકી? મૃતક નશાની હાલતમાં 7 કિલોમીટર ચાલીને ગયો કેવી રીતે ગયો? હાઇકોર્ટે કહ્યું કે તેમને ટ્રાન્સફર કરવાથી કામ નહીં ચાલે ઉપરોક્ત ઘટના સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં આજે વધુ સુનાવણી યોજાઇ હતી. જેમાં અરવલ્લીના SP ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બે હેડ કોન્સ્ટેબલને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તેમને ટ્રાન્સફર કરવાથી કામ નહીં ચાલે, શા માટે તેઓએ કસ્ટડીમાંથી આરોપી ભાગી ગયો હોવા છતાં ઉચ્ચ લેવલના અધિકારીઓ અથવા કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ન હતો? આરોપીનું મૃત્યુ થયાને બે દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હતો ઘટનાની ખબર પડ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ શા માટે કોઈ પગલા લીધા નહોતા? આ ઘટના ઉપર ઢાંક પીછોડો કરવાની કોશિશ કરવામાં આવી છે. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના શરીરના ભાગમાં સડવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. તેમજ તેના મૃત્યુ થયા ને બે દિવસ જેટલો સમય વીતી ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું. ફક્ત રાજ્યના મહાનગરના લોકો જ નાગરિક હકો નથી ભોગવતા, પરંતુ આદિજાતિ જિલ્લાઓના લોકો પણ એક સમાન નાગરિક હકો ભોગવે છે. બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે મેજિસ્ટ્રેટ અને હ્યુમન રાઇટ કમિશનને જાણ કરીને તપાસ કરવાની સરકારી વકીલે બાહેંધરી આપતા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા કે ઘટના ઉપર તપાસ યોજાય અને બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. હાઇકોર્ટે ઉપરોક્ત નિર્દેશ સાથે અરજીનો નિકાલ કર્યો હતો. પરંતુ 20 એપ્રિલે રિપોર્ટ સંબંધની કાર્યવાહી હાથ ઉપર રાખી છે.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ 11 ઓવરમાં જ 7 વિકેટ ગુમાવી દીધી:જાડેજાએ પોતાની જૂની ટીમના બન્ને બેટર્સને એક જ ઓવરમાં પેવેલિયન ભેગા કર્યા
    Next Article
    દ્વારકામાં સંત પ્રેમભીક્ષકજી મહારાજની પુણ્યતિથિ ઉજવાશે:રામધૂન હરીનામ સકિર્તન મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment