Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં સંત પ્રેમભીક્ષકજી મહારાજની પુણ્યતિથિ ઉજવાશે:રામધૂન હરીનામ સકિર્તન મંદિરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

    14 hours ago

    દ્વારકામાં સંત પ્રેમભીક્ષકજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અખંડ રામધૂન હરીનામ સર્કિટર્ન મંદિરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર છેલ્લા 58 વર્ષથી સતત "શ્રી રામ જય રામ જય જય રામ" ના અખંડ જાપથી ભક્તિનું કેન્દ્ર બન્યું છે. આ પવિત્ર સ્થળની સ્થાપના પૂજ્ય સંત પ્રેમભીક્ષકજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી, અહીં અખંડ રામનામ ધૂન નિરંતર પ્રજ્વલિત રહી છે, જે હજારો ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતીક છે.સંત પ્રેમભીક્ષકજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે, રામધૂન સકિર્તન મંદિર ટ્રસ્ટ અને કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં વિશેષ રામધૂન, પૂજન, ભજન, સત્સંગ અને પ્રસાદ વિતરણનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામભક્તો, સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી સંત શ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે રામનામની મહિમા સાથે ભક્તિમય વાતાવરણ સર્જાશે.કાર્યક્રમની વિગતવાર રૂપરેખા નીચે મુજબ છે: સમુદ્ર પૂજન સવારે 8:30 કલાકે, 16 અભિષેક પૂજન સવારે 10:30 કલાકે, જયત્ય ઉત્સવ આરતી બપોરે 12:00 કલાકે, ગુરૂ પ્રસાદી (ભોજન) બપોરે 12:30 કલાકે અને નગર કીર્તન સાંજે 6:30 કલાકે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી પોલીસની કસ્ટડીમાં યુવકનું મોત થયાનું હાઇકોર્ટનું અવલોકન:હ્યુમન રાઇટ કમિશન અને મેજિસ્ટ્રેટ તપાસ કરશે, હાઇકોર્ટે કહ્યું- તમામ નાગરિકોના હક્ક એક સમાન; બે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    Next Article
    દ્વારકાના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાશે:ગુરુવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment