Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપુતારામાં ગાઢ ધુમ્મસથી ખુશનુમા અને આહલાદક માહોલ:અચાનક વાતાવરણમાં પલટાંથી પ્રવાસીઓ ખુશ, ખેડૂતો પાકને લઈને ચિંતિત, ઠંડા માહોલમાં ગરમીનો પારો ઉતર્યો

    1 day ago

    ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જતાં લોકોને અચાનક તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં ગરમીનો પારો વધતો હોય છે, ત્યારે આ પ્રકારના અસામાન્ય હવામાનથી લોકોમાં આશ્ચર્ય સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ માટે "મિની વિન્ટર" જેવો અહેસાસ વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે સાપુતારામાં અત્યંત ખુશનુમા અને આહલાદક માહોલ સર્જાયો છે. ઠંડા પવન અને ધુમ્મસના કારણે પ્રકૃતિ ખીલી ઊઠી છે, જેણે હિલ સ્ટેશનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. અહીં ફરવા આવેલા પ્રવાસીઓ આ અણધાર્યા ઠંડા માહોલનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ઘણા પ્રવાસીઓએ આ પરિસ્થિતિને "મિની વિન્ટર" ગણાવી છે અને લોકો કુદરતી સૌંદર્ય વચ્ચે ફોટોગ્રાફી તેમજ સહેલગાહની મજા માણી રહ્યા છે. પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં બીજી તરફ, આ બદલાયેલા હવામાનની નકારાત્મક અસરો પણ સામે આવી રહી છે. અચાનક છવાયેલા ધુમ્મસ અને વરસાદી માહોલને કારણે આંબાવાડી તેમજ શાકભાજીની ખેતી કરતા સ્થાનિક ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના મતે, આ પ્રકારનું પ્રતિકૂળ હવામાન નાજુક પાકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાતાવરણમાં સતત રહેતો ભેજ અને નીચું તાપમાન પાકમાં રોગચાળો ફેલાવી શકે છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો આ પરિસ્થિતિ આગામી થોડા દિવસો સુધી સતત ચાલુ રહેશે તો પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. હાલમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે વિવિધ કૃષિ ઉપાયો અજમાવી રહ્યા છે અને હવામાન વહેલી તકે સામાન્ય થાય તેવી આશા રાખી રહ્યા છે. આમ, હવામાનના આ અણધાર્યા પલટાએ એક તરફ સાપુતારામાં પ્રવાસન ઉદ્યોગને નવી ઊર્જા આપી છે, તો બીજી તરફ જગતના તાત માટે આફત ઊભી કરી છે. હવે આગામી દિવસોમાં હવામાન કેવો વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ક્રાઈમ અપડેટ:ઘોઘંબાના લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી, ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
    Next Article
    રાજીવ ગાંધી ભવન પર સંવિધાન સંકલ્પ સભાનું આયોજન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા CWC સભ્ય કનૈયા કુમાર અમદાવાદ આવ્યા, બહેરામપુરામાં કાર્યક્રમની પોલીસ પરમિશન કેન્સલ થઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment