Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજીવ ગાંધી ભવન પર સંવિધાન સંકલ્પ સભાનું આયોજન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા CWC સભ્ય કનૈયા કુમાર અમદાવાદ આવ્યા, બહેરામપુરામાં કાર્યક્રમની પોલીસ પરમિશન કેન્સલ થઈ હતી

    9 hours ago

    પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે CWC ના સભ્ય કનૈયા કુમાર અમદાવાદ આવ્યા છે. પહેલા બહેરામપુરા વિસ્તારમાં ખોડિયારનગર પાસે સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે અગાઉ પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી હતી. જેથી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને અને નાગરિકોને સંવિધાન સંકલ્પ સભામાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવી ગયું હતું પરંતુ, અચાનક જ આજે બપોરે જાહેર કાર્યક્રમ કરવા માટે આપેલી પોલીસ પરમિશન કેન્સલ કરી દેવામાં આવી હતી. આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું અચાનક જ પોલીસ પરમિશન રદ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા કારણ કે, જાહેર સભાની સાથે સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં કનૈયા કુમારનું ઢોલ નગારા સાથે કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ જતા રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર તે પહેલા જ રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ થયા છે. જેથી રાજીવ ગાંધી ભવન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    સાપુતારામાં ગાઢ ધુમ્મસથી ખુશનુમા અને આહલાદક માહોલ:અચાનક વાતાવરણમાં પલટાંથી પ્રવાસીઓ ખુશ, ખેડૂતો પાકને લઈને ચિંતિત, ઠંડા માહોલમાં ગરમીનો પારો ઉતર્યો
    Next Article
    State supported care sought: Parents flag concern over govt order on benefits for persons with intellectual disabilities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment