Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ ક્રાઈમ અપડેટ:ઘોઘંબાના લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી, ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના લિસ્ટેડ બુટલેગર વિનોદ દોલતભાઈ બારીઆને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વિનોદ બારીઆ, જે ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ભગત ફળિયાનો રહેવાસી છે, તેની સામે રાજગઢ અને કાલોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર જથ્થો રાખવાના કુલ ચાર ગુના નોંધાયેલા છે. આ શખ્સની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે, LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલ દ્વારા તેની વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ આ દરખાસ્તને મંજૂરી આપતા, આરોપી વિનોદ બારીઆને પાસા ધારા હેઠળ અટકાયત કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશના આધારે, LCB સ્ટાફે ખાનગી બાતમીદારોની મદદથી અને વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી. ગોધરા રાયોટીંગ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા રાયોટીંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી ઈરફાન ઉર્ફે મેન્ડીસ ઈબ્રાહીમ મન્સૂરીને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના અને LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સતર્ક હતો. હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ નારણભાઈને મળેલી બાતમીના આધારે, આરોપી ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલી તવા ફ્રાય હોટલ પાસે ઉભો હોવાની માહિતી મળી હતી. બાતમી મળતા જ LCBની ટીમે વોચ ગોઠવી આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. આરોપી ઈરફાન ઉર્ફે મેન્ડીસ ઈબ્રાહીમ મન્સૂરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની વિવિધ કલમો હેઠળ તેમજ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધાયેલો હતો. હાલમાં, ઝડપાયેલા આરોપીનો કબજો ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસને સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નિકોલમાં AMC સિવિક સેન્ટરના ધાબા પર જુગાર રમતા સાત ઝડપાયા:15 હજાર રૂપિયા રોકડ રકમ સાથે સાત લોકોની ધરપકડ કરી, કોર્પોરેશનની સિક્યુરિટી સામે સવાલ
    Next Article
    સાપુતારામાં ગાઢ ધુમ્મસથી ખુશનુમા અને આહલાદક માહોલ:અચાનક વાતાવરણમાં પલટાંથી પ્રવાસીઓ ખુશ, ખેડૂતો પાકને લઈને ચિંતિત, ઠંડા માહોલમાં ગરમીનો પારો ઉતર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment