Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરતેજમાં દુકાનમાં ફોટો પાડવાના વિવાદે જુથ અથડામણ સર્જાતા પોલીસના ધાડેધાડા:એસ.પી.,એ.એસ.પી., સિટી ડિ.વાય.એસ.પી., ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક પોલીસ દોડી ગઈ

    18 hours ago

    ભાવનગર શહેર નજીકના વરતેજ ગામમાં આજરોજ બપોરના સમય દરમિયાન એક મહિલા કરિયાણાની દુકાને વસ્તુ લેવા જતા તેનો ફોટો શખસો પાડ્યો હોવાની આશંકાને લઈ બે સમાજના લોકો આમને-સામને આવી જતા મામલો ગરમાયો હતો અને જુથ અથડામણ સર્જાવા પામી હતી. આ બનાવની જાણ થતાં પોલીસને ધાડેધાડા વરતેજ ગામમાં ઉતરી ગયા હતા. એસ.પી. ભાવનગર ગ્રામ્ય ASP, સીટી DYSP, LCB , SOG અને સ્થાનિક પોલીસે દોડી જઈ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે બનાવના પગલે વરતેજ પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર નજીક આવેલ વરતેજ ગામમાં આજરોજ બપોરના અરસા દરમિયાન એક મહિલા અમન પ્રોવિઝન સ્ટોરીની દુકાને વસ્તુ લેવા ગયા હતા ત્યારે એક શખસે મહિલાનો ફોટો પાડ્યો હોવાની આશંકાને લઈ બોલાચાલી થઈ હતી. બાદ મહિલાએ તેના ઘરે જઈ તેના પરિવારજનોને બનાવની જાણ કરતા પરિવારજનો શખસને ઠપકો આપવા પહોચતા સામ સામે શાબ્દિક યુદ્ધ થયા બાદ મામલો બિચક્તા બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી અને મારામારી-ઝપાઝપીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બે જુથ વચ્ચે થયેલી અથડામણના પગલે ભાવનગર ગ્રામ્યના ASP, સિટી DYSP, SOG PI ,વરતેજ પોલીસ મથકના PI અને LCB PSI સહિતનો મસમોટો કાફલો વરતેજના ઘાંચી ચોકમાં દોડી ગયો હતો. અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. લોકોના ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતા આ બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશનમાં આજે બપોરના એક વાગ્યે અમન પ્રોવિઝન સ્ટોરમાં એક મહિલા આવ્યા અને તેની સાથે અમન પ્રોવિઝનમાં જે કોઈ માણસ હતા તેની સાથે બોલાચાલી થઈ. બાદમાં મહિલા છે તેના ઘરે જઈ અને આ બાબતની વાત તેઓના કુટુંબીજનોને કરતા એ લોકો આવી અને અહીંયા ઝઘડો થયો. તેમાં ત્રણ-ચાર માણસો હતા.બાદમાં વરતેજ ગામના ચોક છે, તેની પાસેના વિસ્તારમાં મુસ્લિમ સમાજનો બીજો અઘટિત પ્રસંગ હતો, જેને હિસાબે પબ્લિક ત્યાં ઘણી જમા હતી. તેઓએ આ જોતા અહીંયા ટોળા થયા હતા.આ બાબતની જાણ પોલીસને થતા વરર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ તેમજ LCB અને SOG પહોંચી હતી અને લોકોના ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતા. ​આ વિસ્તારમાં બનાવ બન્યો છે તે અનુસંધાને ફરિયાદ લેવાનું તજવીજ વરર્તેજ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આ અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવનાર છે અને બીજો કોઈ બનાવ ન બને તે માટે પોલીસને પોઈન્ટ આપી તૈનાત કરવામાં આવેલ છે.આ બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થયેલાનું હોસ્પિટલ થી જાણવા મળેલ છે. અહીંયા હિન્દુ-મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથી મહિલા અમન પ્રોવિઝન સ્ટોરમાં કંઈક લેવા માટે ગયા અને એને માલુમ થયું કે ભાઈ કોઈ ફોટો ખેંચે છે, એ ટાઈમે તેની સાથે બોલાચાલી થઈ કે ભઈ તમે આ રીતે કેમ વ્યવહાર કરો છો. એ બોલાચાલીને હિસાબે તે તેના ઘરે જઈ અને પરિવારને આ બાબતની વાત કરી અને તે લોકો ઠપકો આપવા માટે આવ્યા હતા અને ઉશ્કેરાટનું કારણ છે આ રીતનું બન્યું છે. અહીંયા હિન્દુ-મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથી પણ જે સાઈડમાં પ્રસંગ હતો તે પ્રસંગમાં ઘણા વ્યક્તિઓ બેસણામાં અને હતા, એ લોકો જોવા માટે આવ્યા અને ભીડ જમા થઈ હતી. હકીકતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ટોટલી અંડર કંટ્રોલ છે અને અહીંયા બીજો ન બનાવ બને તે સાવચેતી માટે પોલીસ તૈનાત કરવામાં આવેલ છે. વાહનો જે છે એમાં જે પ્રસંગમાં હતો તે એરિયામાંથી નીકળતા હોય અને જે છે દૂર જાઓ દૂર જાઓ એ પોઈન્ટ ઓફ વ્યુ એ વાહનને પથ્થર લાગી ગયેલો છે. પણ કોઈ એવી કોઈ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ગંભીર કે એવી છે નહીં, સામાન્ય છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી 20.40 કિલો ચરસ ઝડપાયું:છાપરી ચેકપોઇન્ટ પર રિકો પોલીસે લકઝરી કારમાં કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું, 3 આરોપીની ધરપકડ
    Next Article
    સ્વિમિંગ પૂલમાં બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો, CCTV:રાજકોટના સોપાન હાઈટ્સના પૂલમાં નહાવા પડેલા બે માસૂમના મોત, વ્હાલસોયાને ગુમાવતા પરિવારમાં કલ્પાંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment