Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી 20.40 કિલો ચરસ ઝડપાયું:છાપરી ચેકપોઇન્ટ પર રિકો પોલીસે લકઝરી કારમાં કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું, 3 આરોપીની ધરપકડ

    17 hours ago

    રાજસ્થાન-ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોઇન્ટ પર રિકો (RICO) પોલીસે ગેરકાયદેસર માદક દ્રવ્યો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કડક નાકાબંધી દરમિયાન એક લક્ઝરી કારમાંથી કરોડો રૂપિયાની કિંમતનું 20.40 કિલોગ્રામ ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતમાં સપ્લાય કરવાનો પ્લાન હતો પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચરસનો આ જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી લાવીને ગુજરાતના પાલનપુરમાં સપ્લાય કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ચરસની કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી આ સમગ્ર ઓપરેશન પોલીસ અધિક્ષક પુષ્પેન્દ્ર સિંહ રાઠોડના કડક નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે સ્થળ પર આ સફળ કાર્યવાહીનું નેતૃત્વ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) લક્ષ્મણ સિંહ ચંપાવતે કર્યું હતું. પોલીસ હાલ આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બે મહિનાથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો:લૂંટ અને ખૂન સહિત 7 ગંભીર ગુનામાં સંડોવાયેલ રીઢો ગુનેગાર મરોલી ચાર રસ્તાથી ઝડપાયો
    Next Article
    વરતેજમાં દુકાનમાં ફોટો પાડવાના વિવાદે જુથ અથડામણ સર્જાતા પોલીસના ધાડેધાડા:એસ.પી.,એ.એસ.પી., સિટી ડિ.વાય.એસ.પી., ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક પોલીસ દોડી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment