Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'યોગલાનું ઘર ક્યાં છે?'પૂછી 7 શખ્સો તલવાર-છરી લઈને તૂટી પડ્યા:ભાવનગરના ચિત્રામાં યુવક પર હુમલો કરી રિક્ષા અને ઘરમાં મચાવી તોડફોડ

    9 hours ago

    ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈ સાત જેટલા અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી આતંક મચાવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. રામદેવનગરમાં બંધ પડેલી રિક્ષાને ધક્કો મારી રહેલા યુવક અને તેના મિત્રોને ‘યોગલાનું ઘર ક્યાં છે’ તેમ પૂછ્યા બાદ, સરનામું ન ખબર હોવાનું કહેતાં જ ઉશ્કેરાયેલા ટોળાએ તલવાર, છરી, પાઈપ અને ધોકા વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવકોને લોહીલુહાણ કરી રિક્ષા તથા ઘરમાં તોડફોડ મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બોરતળાવ પોલીસ મથકે ૭ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બંધ રિક્ષાને ધક્કો મારતી વખતે સરનામું પૂછવાના બહાને કર્યો હુમલો પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર, ચિત્રા એસ.ટી. વર્કશોપ સામે શહીદ ભગતસિંહ નગરમાં રહેતા અને ભૂંગળા બટેટાની નાસ્તાની લારી ચલાવતા ૩૨ વર્ષીય વિપુલભાઈ ઉર્ફે બટેટી બળવંતભાઈ મકવાણા ગત રાત્રે 9 વાગ્યાના સુમારે રામદેવનગર રોડ પર હતા. તેઓ પોતાની બંધ પડેલી પેસેન્જર રિક્ષાને ચાલુ કરવા મિત્રો સફી ઉર્ફે બીબો માંડલીયા અને ધ્રુવ રાઠોડ સાથે ધક્કો મારી રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર અશોક ઉર્ફે કડી, આશિષ ઉર્ફે આશલો અને ઉદય ખીસ્તી ત્યાં આવી પહોંચ્યા હતા અને 'યોગલાનું ઘર ક્યાં છે?' તેમ પૂછ્યું હતું. યુવકોએ સરનામા વિશે જાણ ન હોવાનું કહેતાં જ આ શખ્સો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. તલવાર-છરીના ઘા ઝીંક્યા, મહિલાઓ વચ્ચે પડતાં ધમકી આપી ઝઘડા દરમિયાન અશોક ઉર્ફે કડીએ વિપુલભાઈ પર તલવાર વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. એ જ સમયે અન્ય બાઈક પર તેમના વધુ ચાર સાગરીતો દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવો, અજ્જુ ઉર્ફે મડો, ચિરાગ ઉર્ફે ચીકલો અને વિશાલ ઉર્ફે વિશલો પણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. જેમાં અજ્જુએ વિપુલભાઈના મિત્ર સફીના મોં પર હોઠના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. તમામ શખ્સોએ યુવકોને ઢીકાપાટુનો ઢોરમાર માર્યો હતો તેમજ પાઈપ અને ધોકા વડે રિક્ષાના કાચ અને હૂડની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. દરમિયાન બૂમાબૂમ થતાં સ્થાનિક મહિલાઓ દોડી આવતાં તમામ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘરમાં પણ તોડફોડ કર્યાની જાણ થઈ ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અન્ય એક મિત્રએ આવીને જણાવ્યું કે, આ હુમલાખોરો વિપુલભાઈના ઘરે પણ પહોંચ્યા હતા અને ઘર બહાર પાર્ક કરેલી અન્ય રિક્ષાના કાચ તેમજ ઘરવખરી અને પ્લાસ્ટિકની ખુરશીઓમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે બોરતળાવ પોલીસે વિપુલભાઈની ફરિયાદના આધારે સાતેય આરોપીઓ BNSની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં ભાઈએ યુવકને પતાવી દીધો:સગીરે પકડી રાખ્યો'ને કમર-ગળે છરી ફેરવી, લાશને કૂવામાં ફેંકી; સાંતેજમાં સિક્યુરિટી ગાર્ડે મૃતકના ભાઈને ફોન કરતા ભેદ ઉકેલાયો
    Next Article
    AMC ફૂડ વિભાગના ચેકિંગમાં બધું બરાબર નીકળ્યું!:15 સ્થળોએ 148 ફૂડ સ્ટોલમાં ચેકિંગ કર્યું, 41 સ્ટોલમાં ફૂડ રજીસ્ટ્રેશન ન હોવા છતાં પણ બંધ ન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment