Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC ફૂડ વિભાગના ચેકિંગમાં બધું બરાબર નીકળ્યું!:15 સ્થળોએ 148 ફૂડ સ્ટોલમાં ચેકિંગ કર્યું, 41 સ્ટોલમાં ફૂડ રજીસ્ટ્રેશન ન હોવા છતાં પણ બંધ ન કરાવ્યું

    8 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફુડ વિભાગે નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાના કાર્યક્રમોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ફુડ સ્ટોલો ખાતે ચેકિંગ હાથ કર્યું હતું. 15 ગરબા સ્થળોના 148 ફૂડ સ્ટોલમાં ચેકિંગ કરાયું હતું. જ્યારે 41 ફૂડ સ્ટોલ રજીસ્ટ્રેશન વિનાના મળી આવ્યા હતા, જેમાં ફૂડ વિભાગે તાત્કાલિક ધોરણે તેને બંધ કરાવી અને ફૂડ સ્ટોલ રદ કરાવવાની જગ્યાએ સ્થળ ઉપર રજીસ્ટ્રેશન આપી દીધું હતું. 35 TPS મારફતે ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે શહેરમાં આવેલ ગરબાના સ્થળોએ હેલ્થ ફુડ વિભાગની ટીમોએ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરી હતી. 148 જેટલા ફૂડ સ્ટોલમાંથી 41 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા.35 જેટલા TPS મારફતે ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ કરાયા હતા. જે માપદંડ મુજબ જણાયા હતા. 41 સ્ટોલમાં ફૂડ રજીસ્ટ્રેશન ન હોવા છતાં પણ બંધ ન કરાવ્યું! મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે ગરબા સ્થળો ઉપર જે ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા હોય તેનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તે અંગે પહેલેથી જાહેરાત કરી હતી. તેમ છતાં પણ કેટલાક ગરબા આયોજનના ત્યાં લગાવવામાં આવેલા ફૂડ સ્ટોલમાં રજીસ્ટ્રેશન નહોતું જેને ચેકિંગ દરમિયાન બંધ કરાવવાનું હોય પરંતુ ફૂડ વિભાગ દ્વારા ગરબા આયોજકો અને સ્ટોલ ધારકો ઉપર મહેરબાન થઈ અને બંધ કરાવવાની જગ્યાએ તેમને સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાવી દેવામાં આવી હતી. જે પ્રક્રિયા કરાવવાની જવાબદારી ગરબા આયોજન છતાં પણ તેમણે કરાવ્યું નહીં.
    Click here to Read More
    Previous Article
    'યોગલાનું ઘર ક્યાં છે?'પૂછી 7 શખ્સો તલવાર-છરી લઈને તૂટી પડ્યા:ભાવનગરના ચિત્રામાં યુવક પર હુમલો કરી રિક્ષા અને ઘરમાં મચાવી તોડફોડ
    Next Article
    પાટણમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ:રાહુલ ગાંધી સામે વિરોધ કરવા પહોંચેલી ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકાઈ; પોલીસે ટીંગાટોળી કરતાં કોંગ્રેસનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment