Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ:રાહુલ ગાંધી સામે વિરોધ કરવા પહોંચેલી ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકાઈ; પોલીસે ટીંગાટોળી કરતાં કોંગ્રેસનો વિરોધ

    8 hours ago

    પાટણ શહેરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન શાહી ફેંકવાની ઘટના બનતા મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ જિલ્લા ભાજપની મહિલા કાર્યકરો રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવવા પહોંચી હતી. આ દરમિયાન ભાજપની મહિલાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા. આ સમયે કોંગ્રેસ કાર્યાલય પર ઉપસ્થિત મહિલાઓ અને કાર્યકરોએ વિરોધ કરી રહેલી ભાજપની મહિલા કાર્યકરો પર શાહી ફેંકી હતી. શાહી ફેંકવાની આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે પરિસ્થિતિ વધુ વણસી હતી અને ભારે હોબાળો મચી ગયો હતો. ગેરસમજનું સમાધાન થઈ ગયું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે પોલીસ સાથે જે ઘર્ષણ થયું, એની વાત એવી હતી કે અંદર ડીવાયએસપી (DySP) અને પીઆઈ (PI) બેઠા હતા અને એક પોલીસ... જે પીએસઆઈ (PSI) હતા, એમને અંદર જવાની ના પાડી હતી અને પીએસઆઈ એ મને ઓળખતા નહોતા, નવા હતા. એમને અંદર કહ્યું કે ‘મને ખબર નહોતી’. એટલે એ વાત, ઈશ્યુ પૂરો થઈ ગયો. પરંતુ જે રીતે આ બનાવ બન્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બહેનો કોંગ્રેસ કાર્યાલયે જઈ અને ત્યાં બબાલ કરવાનો પ્રયાસ કર્યો છે, એના બાબતે અમે વાત કરી છે. પરંતુ અમારા જે કોંગ્રેસના કાર્યકરોને ડિટેઈન કર્યા છે અને જે ફરિયાદ દાખલ કરવાની વાત છે, એ બાબતે અમે ચર્ચા કરી છે કે જો ભાજપના મહિલાઓની ફરિયાદ લેવામાં આવે, તો અમારી જયાબેન ઉપર પણ જે હુમલો થયો છે એની પણ ફરિયાદ લેવામાં આવે. કાર્યકર્તાઓને... જુઓ, મને કોઈ એવી ફરિયાદ મળી નથી કે મારવામાં આવ્યા હોય. પરંતુ પોલીસ સાથે ઘર્ષણ થાય, આવી... આવા કાર્યક્રમો થતા હોય એટલે પોલીસ સાથે ઘર્ષણ થાય એ સામાન્ય બનતું હોય છે. મેં કહ્યું એમ કે જ્યારે આવા કાર્યક્રમો થતા હોય અને પબ્લિક હોય, ત્યાં પોલીસ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોય, કયા પોલીસે બોલ્યા એ જો અમને ફરિયાદ મળશે તો અમે એ પોલીસના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરીશું. હા, એ પીએસઆઈએ કહી દીધું, ‘મને ખબર નહોતી અને મને અમારા ડીવાયએસપીએ કહ્યું તું કે કોઈને અંદર આવવાની ના, એટલે મેં તમને રોક્યા’ હતા. ઘટનાસ્થળે ફરજ પર તૈનાત પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે શાહી ફેંકનાર મહિલા કાર્યકરોને ડિટેઇન કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, પોલીસે અટકાયતી પગલાં ભરવાનો પ્રયાસ કરતા જ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. બંને પક્ષોના સામસામે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    AMC ફૂડ વિભાગના ચેકિંગમાં બધું બરાબર નીકળ્યું!:15 સ્થળોએ 148 ફૂડ સ્ટોલમાં ચેકિંગ કર્યું, 41 સ્ટોલમાં ફૂડ રજીસ્ટ્રેશન ન હોવા છતાં પણ બંધ ન કરાવ્યું
    Next Article
    Bar Association files petition in SC Against Delhi Police:वकीलों ने क्यों दायर की याचिका?CJP Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment