Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં ભાઈએ યુવકને પતાવી દીધો:સગીરે પકડી રાખ્યો'ને કમર-ગળે છરી ફેરવી, લાશને કૂવામાં ફેંકી; સાંતેજમાં સિક્યુરિટી ગાર્ડે મૃતકના ભાઈને ફોન કરતા ભેદ ઉકેલાયો

    9 hours ago

    ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના હાજીપુર ગામે મિત્રની બહેન સાથે પ્રેમસંબંધ હોવાના વહેમમાં કાવતરું રચી 22 વર્ષીય યુવકને ખેતરમાં લઈ જઈ છરાના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક પતાવી દઈ પુરાવાનો નાશ કરવા લાશને ઊંડા કૂવામાં ફેંકી દીધી હતી. આ ચકચારી હત્યા કેસમાં એક સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી સાંતેજ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. યુવક મામાના ઘરે ભજનમાંથી ગુમ થયો હતો હાજીપુર ગામના દંતાણીવાસમાં રહેતો અને ખાત્રજની લુબી કંપનીમાં નોકરી કરતો પરેશ બાબુભાઈ દંતાણી 8 ઓક્ટોબરની રાત્રે મામાના ઘરે યોજાયેલા ભજનમાંથી અચાનક ગુમ થઈ થયો હતો. બીજા દિવસે પરેશનો મોબાઈલ સ્વિચ ઓફ આવતાં અને તેનો કોઈ પત્તો ન લાગતાં પરિવારે 10 ઓક્ટોબરે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. મૃતકના ભાઈને સિક્યુરિટીએ ફોન કરીને માહિતી આપી આ દરમિયાન મૃતક પરેશના ભાઈ અમિતને ભોયણ રોડ પર પ્લાઝ્મા કંપનીના સિક્યુરિટી ગાર્ડ તરફથી મહત્ત્વની માહિતી મળી હતી. સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, ગામનો સગીર બે દિવસ પહેલાં રાત્રે લોહીથી લથબથ કપડાં સાથે કંપનીમાં આવ્યો હતો અને ત્યાં જઈને તેણે કપડાં બદલ્યા હતા. આ માહિતી મળતાં જ અમિતે 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. PIએ ગામના જ સગીરને દબોચ્યો જેના પગલે સાંતેજ પોલીસ મથકના PI એસ.આર.ચૌધરીએ સગીરને દબોચી લઈ કડક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, તેના મિત્ર વિશાલ રાજુભાઈ દંતાણીની બહેન સાથે પરેશને આડા સંબંધ હોવાની શંકા હતી. વિશાલે પરેશને મનાઈ કરી હોવા છતાં તે વાતચીત ચાલુ રાખતો હોવાથી બંનેએ મળીને પરેશને પતાવી દેવાનું પ્લાનિંગ કર્યું હતું. મૃતક પરેશને ખેતરમાં લઈ જઈ છરી મારી કૂવામાં ફેંકી દીધો જેના ભાગરૂપે 8 ઓક્ટોબરની રાત્રે સાડા દસ વાગ્યે વિશાલે પરેશને બોલાવ્યો હતો અને ત્યારબાદ એક્ટિવા પર બેસાડી બંને તેને નજીકના ખેતરમાં લઈ ગયા હતા. ખેતરમાં સગીરે પરેશને ગળાથી પકડી રાખ્યો હતો અને વિશાલે પાછળથી કમરમાં છરો મારી દીધો હતો. ત્યારબાદ બંનેએ પરેશને નજીકમાં કુંભારીયા સીમમાં આવેલા કૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં પરેશના શ્વાસ ચાલુ હોવાનું જણાતાં વિશાલે ફરીથી તેના ગળાના ભાગે છરાના ઘા ઝીંકી દીધા હતા. હત્યા બાદ બંનેએ પરેશની લાશને કૂવામાં ફેંકી દીધી હતી. બીજા દિવસે કૂવામાંથી ફાયર વિભાગે લાશ બહાર કાઢી જેના પગલે આરોપી વિશાલ દંતાણીને પણ પકડી અટકાયત કરી હતી અને રાતે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ કૂવો ખૂબ ઊંડો હોવાથી બીજે દિવસે સવારે ફાયર બ્રિગેડની મદદથી પરેશની લાશ બહાર કાઢી હતી. જેની તપાસમાં મૃતદેહ પરથી ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા હતા. સાંતેજ પોલીસે અમિત દંતાણીની ફરિયાદના આધારે વિશાલ દંતાણી અને સગીર આરોપી સામે હત્યા અને ષડયંત્રનો ગુનો નોંધી નોંધવામાં આવ્યો છે. આ અંગે પીઆઈ ચૌધરીએ કહ્યું કે, બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં એક આરોપી સગીર છે. જ્યારે વિશાલ દંતાણીની ધરપકડ કરી લેવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની વિરોધ રેલી:ફાયર NOC વગર યોજાઈ ગયા જીગરદાનના ગરબા, 24 કલાકમાં જિગ્નેશ મેવાણી સામે 2 FIR,કિચનમાં CCTV મુદ્દે હોટલ-રેસ્ટોરન્ટને અલ્ટીમેટમ
    Next Article
    'યોગલાનું ઘર ક્યાં છે?'પૂછી 7 શખ્સો તલવાર-છરી લઈને તૂટી પડ્યા:ભાવનગરના ચિત્રામાં યુવક પર હુમલો કરી રિક્ષા અને ઘરમાં મચાવી તોડફોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment