Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહરુખ ખાનની 'કિંગ' પર યુદ્ધનું ગ્રહણ!:ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે દુબઈનું શૂટિંગ કેન્સલ, સુરક્ષા કારણોસર મુંબઈમાં જ સેટ ઊભો કરાશે

    2 days ago

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધના વધતા તણાવની અસર શાહરુખ ખાનની ફિલ્મ 'કિંગ' પર પડી છે. શાહરુખ ખાન, સુહાના ખાન અને અનિલ કપૂર સાથે એક મોટો એક્શન સીક્વન્સ દુબઈના રણમાં શૂટ થવાનો હતો, પરંતુ સુરક્ષા કારણોસર શેડ્યૂલ રદ કરવામાં આવ્યું છે. હવે મુંબઈમાં રણનો સેટ બનાવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં દુબઈ જેવો સેટ ઊભો કરાયો 'મિડ-ડે'ના રિપોર્ટ અનુસાર, 'કિંગ'ના દુબઈ શૂટિંગનું શેડ્યૂલ મહિનાઓ પહેલા નક્કી હતું અને તમામ પરવાનગીઓ અને ઔપચારિકતાઓ પૂરી થઈ ચૂકી હતી. શૂટિંગ 9 એપ્રિલથી એક અઠવાડિયા માટે શરૂ થવાનું હતું, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિરેક્ટરે તેને રદ કરી દીધું. રિપોર્ટ અનુસાર, દુબઈના સીન હવે મુંબઈના વિલે પાર્લે સ્થિત સ્ટુડિયોમાં શૂટ થશે, જ્યાં પ્રોડક્શન ટીમે રણનો એવો જ સેટ તૈયાર કર્યો છે, જેવો ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ઈચ્છતા હતા. સ્ટુડિયો શૂટથી એક્શન અને લાઇટિંગ પર વધુ સારું ફોકસ શક્ય બનશે. 24 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થશે 'કિંગ' સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બની રહેલી 'કિંગ' 24 ડિસેમ્બર 2026ના રોજ ક્રિસમસ પર રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ મે 2025થી શરૂ થઈ ગયું હતું અને મોટો ભાગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં શૂટ થયો છે. જેલ સિક્વન્સ 200 સ્ટંટમેન સાથે ફિલ્માવવામાં આવ્યો છે. જુલાઈ 2025માં વિલે પાર્લેની ગોલ્ડન ટોબેકો ફેક્ટરીમાં એક્શન સિક્વન્સ દરમિયાન શાહરુખ ખાન ઇજાગ્રસ્ત થયો હતો, જેના પછી તે સારવાર માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયો અને 6 અઠવાડિયા શૂટિંગ અટકી રહી હતી. એક એક્શન સીન પર 50 કરોડ રૂપિયા ખર્ચ થયા ફિલ્મમાં શાહરુખ ખાન, સુહાના ખાન, અનિલ કપૂરની સાથે અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકાઓમાં છે. અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં છે. શાહરુખ અને અભિષેક વચ્ચેના મોટા એક્શન સિક્વન્સના યુરોપમાં શૂટિંગ પર 50 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં CSK vs RR:રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગલીધી, ધોની-બ્રેવિસ બહાર; જાડેજાની 17 વર્ષ પછી રોયલ્સમાં વાપસી
    Next Article
    રાજકીય અવગણના સામે માછીમારોમાં રોષ:NAFDBના સભ્યએ દરેક રાજ્યમાંથી 2 લોકસભા બેઠકોની માંગ કરી, ભાજપનો સાથ છોડવાની ચીમકી પણ ઉચ્ચારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment