Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય અવગણના સામે માછીમારોમાં રોષ:NAFDBના સભ્યએ દરેક રાજ્યમાંથી 2 લોકસભા બેઠકોની માંગ કરી, ભાજપનો સાથ છોડવાની ચીમકી પણ ઉચ્ચારી

    2 days ago

    ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે વસતા માછીમારોમાં રાજકીય અવગણના સામે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ એસોસિએશન ઓફ ફિશરમેન ડેવલોપમેન્ટ બોર્ડ (NAFDB) ના સભ્ય ડૉ. ગજેન્દ્ર કિશન ભાંજીએ વલસાડની મુલાકાત દરમિયાન ભાજપને ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે, જો દરિયાકાંઠાના દરેક રાજ્યમાંથી માછીમારોને 2 લોકસભા બેઠકો ફાળવવામાં નહીં આવે, તો આગામી સમયમાં સમાજ ભાજપનો સાથ છોડી દેશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ડૉ. ભાંજીએ સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશના જીડીપીમાં માછીમાર સમાજનો મોટો ફાળો હોવા છતાં, રાજકીય રીતે તેમને હંમેશા અન્યાય થયો છે. લોકસભા કે રાજ્યસભામાં તેમનું કોઈ પ્રતિનિધિત્વ ન હોવાથી કેન્દ્રમાં તેમનો અવાજ પહોંચી શકતો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે માત્ર વચનોથી કામ નહીં ચાલે, તેમને તેમનો હક જોઈએ છે. ડૉ. ભાંજીએ વધુમાં જણાવ્યું કે, "અમે સરકારને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે હવે માછીમારો માત્ર વોટબેંક નથી, પરંતુ સત્તાના સમાન હિસ્સેદાર છે. જો અમારી અવગણના ચાલુ રહેશે તો ભાજપ સાથે છેડો ફાડતા અમને વાર નહીં લાગે." માછીમારોના રોષના મુખ્ય મુદ્દાઓમાં ડીઝલ વેટનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે માછીમારોને મળતા ડીઝલ પરનો વેટ પરત ખેંચ્યો છે, પરંતુ અન્ય રાજ્યોમાં ભાવ વધારો યથાવત છે, જેનાથી માછીમારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સંસદમાં માછીમાર સમાજના પ્રશ્નો ઉઠાવવા માટે સક્ષમ નેતૃત્વનો અભાવ પણ એક મુખ્ય ફરિયાદ છે. તેમની સીધી માંગ છે કે દરિયાકાંઠાના દરેક રાજ્યમાંથી માછીમાર સમાજને 2 લોકસભા બેઠકો ફાળવવામાં આવે. NAFB હવે દેશભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકસંપર્ક કરીને ભાજપ વિરુદ્ધ મોરચો માંડવાની તૈયારી કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાની અનેક બેઠકો પર માછીમાર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અત્યાર સુધી આ સમાજ ભાજપનો વફાદાર રહ્યો છે, પરંતુ ડૉ. ભાંજીના આ કડક વલણથી ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો માછીમારો સંગઠિત થઈને વિરોધમાં ઉતરશે, તો આગામી ચૂંટણીમાં અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ડૉ. ગજેન્દ્ર ભાંજી અને અન્ય અગ્રણીઓ હવે પોતાની લડત દિલ્હી સુધી લઈ જવા મક્કમ છે.
    Click here to Read More
    Previous Article
    શાહરુખ ખાનની 'કિંગ' પર યુદ્ધનું ગ્રહણ!:ઈરાન-ઈઝરાયલ તણાવને કારણે દુબઈનું શૂટિંગ કેન્સલ, સુરક્ષા કારણોસર મુંબઈમાં જ સેટ ઊભો કરાશે
    Next Article
    સાટા પદ્ધતિ બની જીવલેણ?:બહેનનું ઘર ભાંગ્યું તો સાસરિયાએ ભાઈનું ઘર ભાંગવાની ધમકી આપતા 25 વર્ષીય યુવાનનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment