Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાટા પદ્ધતિ બની જીવલેણ?:બહેનનું ઘર ભાંગ્યું તો સાસરિયાએ ભાઈનું ઘર ભાંગવાની ધમકી આપતા 25 વર્ષીય યુવાનનો આપઘાત

    2 days ago

    સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ભગવાન જગદીશ ભારતી નામના 25 વર્ષીય આશાસ્પદ યુવાન રવિવારે સાંજે 5 વાગ્યે અગમ્ય કારણોસર રુમમાં પંખા સાથે રસ્સી બાંધી આત્મહત્યા કરી હતી. યુવકને પરિવારજન દ્વારા હોસ્પિટલ‌ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જગદીશે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું મૂળ રાજસ્થાનના દુદિયા ગામના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી નગરમાં રહેતા 25 વર્ષીય ભગવાન જગદીશ ભારતી રવિવારે સાંજે 5 વાગ્યાના સુમારે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભગવાન જગદીશ વ્યવસાયે જલેબી બનાવવાનું કામ કરતા હતા અને સખત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારની સાંજે જ્યારે પરિવારના અન્ય સભ્યો વ્યસ્ત હતા ત્યારે ભગવાન જગદીશે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સામ-સાટા લગ્ન પદ્ધતિ સૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સામ-સાટા લગ્ન પદ્ધતિ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કેટલાક સમાજોમાં હજુ પણ આ પ્રથા અમલી છે, જેમાં બે પરિવારો એકબીજાના સંતાનોના લગ્ન પરસ્પર કરાવે છે. ભગવાન જગદીશના લગ્ન પણ આ જ પદ્ધતિથી થયા હતા. ભગવાનના લગ્ન જે યુવતી સાથે થયા હતા, તેની સામે ભગવાનની પોતાની સગી બહેનના લગ્ન તે યુવતીના ભાઈ સાથે થયા હતા. આ પદ્ધતિમાં એક ઘરની શાંતિ બીજા ઘરના સંબંધો પર નિર્ભર હોય છે. જો તેમની દીકરી સાસરીમાં પરત નહીં આવે તો ભગવાનની પત્નીને પણ તેડાવી લેશે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા ભગવાનની બહેનને તેના સાસરીમાં (ભગવાનના સાળા સાથે) કોઈ કારણોસર અણબનાવ થયો હતો. વિવાદ એટલો વકર્યો કે તેની બહેન સાસરી છોડીને પિયર પરત આવી ગઈ હતી. આ ઘટના બાદ સાટા પદ્ધતિનો ક્રૂર ચહેરો સામે આવ્યો. જ્યારે બહેન પિયર આવી, ત્યારે ભગવાનના સાસરી પક્ષ તરફથી વળતો પ્રહાર શરૂ થયો. સાસરી પક્ષે ભગવાન પર દબાણ લાવવાનું શરૂ કર્યું કે, જો તેમની દીકરી (ભગવાનની બહેન) સાસરીમાં પરત નહીં આવે, તો તેઓ પણ તેમની દીકરી (ભગવાનની પત્ની) ને તેડાવી લેશે અથવા સંબંધ તોડી નાખશે. માનસિક ખેંચતાણના કારણે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો ભગવાન જગદીશ અને તેની પત્ની વચ્ચે ખૂબ જ સારો તાલમેલ હતો. તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા. ભગવાન તેની પત્નીથી અલગ થવા માંગતો ન હતો પરંતુ, બીજી તરફ બહેનનું જીવન પણ જોખમમાં હતું. સાસરી પક્ષના સતત દબાણ અને તારી પત્નીને તેડી જઈશું એવી ધમકીઓએ ભગવાનના મન પર ઊંડી અસર કરી હતી. તે એક એવી કટોકટીમાં મુકાયો હતો જ્યાં એક તરફ બહેનનું ભવિષ્ય હતું અને બીજી તરફ પત્ની સાથેનો સાથ. માનસિક ખેંચતાણ અને સામાજિક દબાણ સહન ન કરી શકતા, અંતે તેણે પત્નીથી અલગ થવાના ડર અને કૌટુંબિક કલેશથી કંટાળી આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છત્રપતિ શિવાજી નગર ખાતે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકીય અવગણના સામે માછીમારોમાં રોષ:NAFDBના સભ્યએ દરેક રાજ્યમાંથી 2 લોકસભા બેઠકોની માંગ કરી, ભાજપનો સાથ છોડવાની ચીમકી પણ ઉચ્ચારી
    Next Article
    સુરત મનપા ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો:કોંગ્રેસે 20 મુદ્દાની ભાજપ પાપ ચાર્જશીટ રજૂ કરી હવે ઘરે-ઘરે જઈ આ ચાર્જશીટ લોકોને બતાવી મત માંગશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment