Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીગ્નેશ મેવાણી ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી:કહ્યું: વડોદરાની સાંસ્કૃતિકનગરી, કલાનગરી છાપને બટ્ટો લગાવવાનું કામ ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ કર્યું છે. વડોદરાને ભાજપે બદનામ કરી નાખ્યું છે.

    14 hours ago

    વડગામના કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણી આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 5 વર્ષોના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ વિરૂદ્ધ ચાર્જશીટ જાહેર કરી હતી અને ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સામે ગંભીર કર્યા હતા. વડગામના કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આજે હું ભાજપ સાથે એક ચાર્જશીટ રજૂ કરી રહ્યો છે. ગાયકવાડ શાસનથી લઈને 1995 સુધી કોંગ્રેસના શાસન દરમિયાન વડોદરાની એક ઓળખ હતી. સાંસ્કૃતિક નગરી, ઔદ્યોગિક નગરી અને કલા નગરી તરીકે વડોદરા ઓળખાતું, આ છાપને બટ્ટો લગાવવાનું કામ ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ કર્યું છે. હવે આ મચ્છરનગરી અને ભુવાનગરી બની ગઈ હોય એ પ્રકારે વડોદરાને ભાજપે બદનામ કરી નાખ્યું છે. વડોદરાને ખાડામાં લઈ જવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપ, વડોદરા મ્યુનિસિપલ તંત્ર, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપળામાં ભ્રષ્ટાચારના એમના સંયુક્ત પાપના કારણે અત્યારે વડોદરા કંગાળ સ્થિતિમાં આવીને ઊભું છે. ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. એક પણ સીઝન એવી જતી નથી જેમાં વડોદરા ડૂબ્યું ન હોય, અત્યાર સુધીમાં વડોદરા 11 વખત પાણીમાં ડૂબી ચૂક્યું છે. ભાજપ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. હરણીકાંડમાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા, એમાં યોગ્ય તપાસ થઈ નથી. આ કેસમાં મુખ્ય સૂત્રધારો ભાજપના નેતાઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલના સળિયા ક્યારે ગણશે. ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનાઓમાં પરિવારોને ન્યાય મળ્યો નથી. વિપક્ષ તરીકે અમારી માંગણી છે કે હરણી દુર્ઘટનાના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, ફરી આવી ઘટનાના બંને એ માટે નેતાઓ અને અધિકારીઓના જે માણસો હોય તેમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે, રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના DCP સામે એક આંદોલન ચાલી રહ્યું છે. તેમણે સ્થાનિક પત્રકારને બર્બરતા પૂર્વક કથિત વ્યવહાર કર્યો, એને લઈને પીડિત પત્રકાર સુરેશ વડેચાને કોઈ મેડિકલ ઇન્જરી થઈ ન હોવાની ખોટી માહિતી બહાર આવી છે. જોકે સુરેશ વડેચાએ મને વિડિઓ મોકલીને તેની પર અત્યાચાર કર્યો હોવાની વાત મને કરી છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, અત્યારે જે માહિતી મળી રહી છે તે ખરેખર ચિંતાજનક છે. આજના AI અને ગ્લોબલાઈઝેશનના જમાનામાં, 2026ના વડોદરામાં જો કોઈ નાગરિક કોલેરા જેવી બીમારીથી મૃત્યુ પામે, તો તે આપણા તંત્ર માટે શરમજનક બાબત છે. આપણે મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીની વાતો કરીએ છીએ, પણ જમીની હકીકત એ છે કે લોકોને સડેલું અને પ્રદૂષિત પાણી પીવા મળે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં અત્યારે સ્થિતિ એવી છે કે ગમે ત્યારે કોઈ પણ અઘટિત ઘટના બની શકે છે. DYSPના પુત્રનું ગટરમાં પગ પડવાથી મૃત્યુ થયું, તે દર્શાવે છે કે ખુલ્લી ગટરો કેટલી જોખમી છે. 2026ના ગુજરાતમાં જો કોઈ નાગરિક ગટરમાં પડીને મરી જતો હોય, તો આનાથી વધુ દુઃખદ શું હોઈ શકે? આવી સ્થિતિની કલ્પના કોઈ પણ વડોદરાવાસીએ ક્યારેય નહીં કરી હોય. તેઓએ કહ્યું કે, વિશ્વામિત્રીમાં આવતું પૂર એ કુદરતી કરતા માનવસર્જિત આપત્તિ વધુ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેશનના શાસકો અને બિલ્ડરોએ જે રીતે ભ્રષ્ટાચાર કરીને નદીના પટમાં દબાણો કર્યા છે, તેનું આ પરિણામ છે. 2-3 ઇંચ વરસાદ પડે તો પણ વડોદરાવાસીઓ ફફડી ઉઠે છે. અમદાવાદથી લોકો ફોન કરીને કહે છે કે વડોદરા ન આવતા, ગાડી ફસાઈ જશે. રસ્તાઓ પર મગરો રખડતા જોવા મળે છે, જે જનતાની સુરક્ષા સામે મોટો સવાલ છે. તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા 5 વર્ષના બજેટનો સરવાળો કરવામાં આવે તો તે અંદાજે 25થી 30 હજાર કરોડ રૂપિયા થાય છે. આટલી મોટી રકમમાં તો નવું વડોદરા ઊભું કરી શકાય. વડોદરા શહેરને નીટ એન્ડ ક્લીન બનાવી શકાય, મચ્છરોનો ત્રાસ દૂર કરી શકાય. પરંતુ આ પૈસા ક્યાં ગયા? ભ્રષ્ટાચારને કારણે આજે સામાન્ય જનતા પીડાઈ રહી છે. હું વડોદરાની જનતાને અપીલ કરું છું કે, અમારી આ 'ચાર્જશીટ' ચોક્કસ વાંચે. હવે સમય આવી ગયો છે કે જનતા જાગૃત થાય. હું વડોદરાના સાંસદને કહેવા માંગુ છું કે, વડોદરાના એરપોર્ટ સાથે ગાયકવાડજીનું નામ જોડાય અને ત્યાંથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થાય તેવા પ્રયત્નો થવા જોઈએ, તો તમારું સાંસદ બનવું લેખે લાગે. તેઓએ કહ્યું કે, અમે વધુમાં વધુ સીટો જીતવાનો પ્રયાસ કરીશું. વડોદરાની જનતાના પાયાના પ્રશ્નોનું સમાધાન લાવી શકીએ, એટલી સીટો જીતવાની અપેક્ષાઓ રાખું છું. એના માટે બેસ્ટ ઉમેદવારો પસંદ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી:ગુવાહાટીમાં વરસાદ વરસ્યો હતો; જાડેજા-સેમસન પોતાની જૂની ટીમ સામે રમશે
    Next Article
    અંકલેશ્વરમાં CETP પ્રોજેક્ટ પરવાનગીમાં વિલંબનો મુદ્દો:ગાંધીનગરમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતા બાદ અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આમરણ ઉપવાસ આંદોલન સમેટી લીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment