Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકલેશ્વરમાં CETP પ્રોજેક્ટ પરવાનગીમાં વિલંબનો મુદ્દો:ગાંધીનગરમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતા બાદ અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આમરણ ઉપવાસ આંદોલન સમેટી લીધું

    17 hours ago

    અંકલેશ્વરના ઉદ્યોગકારો અને વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે આજે 30 માર્ચે શરૂ કરવામાં આવેલું આમરણ ઉપવાસ આંદોલન આખરે સુખદ અંત પામ્યું છે. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની હસ્તક્ષેપ અને ખાતરી બાદ ઉદ્યોગકારોએ પોતાના પારણા કરી આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. શું હતો સમગ્ર વિવાદ? અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આ આંદોલન મુખ્યત્વે CETP (Common Effluent Treatment Plant) પ્રોજેક્ટની પરવાનગીમાં થઈ રહેલા અસાધારણ વિલંબના વિરોધમાં કરવામાં આવ્યું હતું. ઉદ્યોગકારોનો આક્ષેપ હતો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પ્રોજેક્ટની મંજૂરી આપવામાં લાંબા સમયથી વિલંબ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. પરિણામે, કંટાળીને ઉદ્યોગકારોએ ગાંધીનગર સ્થિત GPCB કચેરીની બહાર જ ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો. મંત્રીઓની મધ્યસ્થતા અને ખાતરી આંદોલનની ગંભીરતાને ધ્યાને લેતા રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ઉદ્યોગકારો સાથે સીધી વાતચીત કરી હતી. મંત્રીઓએ ઉદ્યોગકારોની સમસ્યાઓ સાંભળી હતી અને ખાતરી આપી હતી કે આ મુદ્દે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. સરકાર તરફથી મળેલી ખાતરી મૂજબ સરકાર ઉદ્યોગોના પ્રશ્નો પ્રત્યે ગંભીર છે અને આગામી ગુરુવાર સુધીમાં આ બાબતે સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવશે. આંદોલનનો સુખદ અંત મંત્રીઓની મધ્યસ્થતા અને મૌખિક ખાતરી પર વિશ્વાસ મૂકીને એસોસિએશનના સભ્યોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે જો સમયમર્યાદામાં ઉકેલ આવશે તો તે અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે. અંતમાં, એસોસિએશને આ લડતમાં સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જીગ્નેશ મેવાણી ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી:કહ્યું: વડોદરાની સાંસ્કૃતિકનગરી, કલાનગરી છાપને બટ્ટો લગાવવાનું કામ ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ કર્યું છે. વડોદરાને ભાજપે બદનામ કરી નાખ્યું છે.
    Next Article
    વાપીમાં પૂરઝડપે આવતી કારે અન્ય કારને ટક્કર મારી:અકસ્માત થતાં કાર પાનના ગલ્લા પાસે પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment