Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી:ગુવાહાટીમાં વરસાદ વરસ્યો હતો; જાડેજા-સેમસન પોતાની જૂની ટીમ સામે રમશે

    1 day ago

    IPL 2026ની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રાજસ્થાનના સેકન્ડ હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ મેચમાં નહીં રમે. CSKએ શનિવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ધોની IPL 2026ના શરૂઆતના બે અઠવાડિયા બહાર રહી શકે છે. તેઓ માંસપેશીઓમાં ખેંચાણને કારણે રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને કાફ સ્ટ્રેઈન એટલે કે પિંડલીમાં ખેંચાણની સમસ્યા છે. CSK પાંચ વખત (2010, 2011, 2018, 2021, 2023) ચેમ્પિયન રહી છે, પરંતુ ટીમની છેલ્લી સીઝન ઘણી ખરાબ રહી હતી. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા એટલે કે 10મા સ્થાને રહી હતી. બીજી તરફ, RRએ અત્યાર સુધી એકવાર ટાઇટલ જીત્યું છે. પરંતુ છેલ્લી સીઝન તેમના માટે પણ સારી રહી નહોતી અને ટીમ નવમા સ્થાને રહી હતી. બન્ને ટીમની પોસિબલ-12 રાજસ્થાન રોયલ્સ (RR): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, દાશુન શનાકા, રવિ બિશ્નોઈ, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, શિવમ દુબે, અકીલ હોસૈન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ.
    Click here to Read More
    Previous Article
    From a 10×12 room to a Rs 2.5 lakh shoe collection: Inside Mr Faisu’s opulent Mumbai home
    Next Article
    જીગ્નેશ મેવાણી ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી:કહ્યું: વડોદરાની સાંસ્કૃતિકનગરી, કલાનગરી છાપને બટ્ટો લગાવવાનું કામ ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ કર્યું છે. વડોદરાને ભાજપે બદનામ કરી નાખ્યું છે.

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment