Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર પિસ્તોલ સાથે ' બાબા ' પકડાયો:"બાબા બોલે મેરી જાન" ફેમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શબીર ઉર્ફે બાબા શેખ પીસ્તોલ સાથે જૂનાગઢ એસઓજીના સકંજામાં: સોનરખ નદી કાંઠેથી થઈ ધરપકડ.

    2 days ago

    ​જૂનાગઢમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખાસ અદાકારી અને "બાબા બોલે મેરી જાન" ના ડાયલોગ્સ થી લાખો લોકોના દિલ જીતનાર ઇન્ફ્લુએન્સર હવે કાયદાના શકંજામાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ડાન્સ અને મનોરંજક વીડિયો મૂકીને ખ્યાતિ મેળવનાર આ શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં આ રંગીલા મિજાજ ધરાવતા ઇન્ફ્લુએન્સરની અસલી ઓળખ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે આ મોટી સફળતા હાથ લાગી છે. ​જિલ્લામાં વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને હથિયારોની હેરફેર પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના સંપર્કમાં હતી. આ દરમિયાન એસઓજીના જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે સોશિયલ મીડિયા પર જાણીતો બનેલો શબીર ઉર્ફે બાબા મહમદ શેખ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફરે છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી. બાબા તરીકે ઓળખાતો આ શખ્સ જ્યારે જાહેરમાં હથિયાર સાથે હોવાની ખાતરી થઈ ત્યારે પોલીસે તેને દબોચી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. ​પોલીસને મળેલી બાતમીના આધારે શબીર ઉર્ફે બાબા મહમદ શેખ સોનરખ નદીના કાંઠે શંકાસ્પદ હાલતમાં બેઠો હતો. મજેવડી દરવાજાથી ભરડાવાવ દરવાજા તરફ જતા પ્રથમ વળાંક પાસે નદીના પટમાં પોલીસની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસને જોઈને આ ઇન્ફ્લુએન્સર ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ જવાનોએ તેને કોર્ડન કરી લીધો હતો. તેની અંગઝડતી લેતા તેના પેન્ટના નેફાના ભાગમાંથી લોડેડ પીસ્તોલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાહેરમાં રક્ષણ કે રુઆબ જમાવવા માટે રાખવામાં આવેલું આ હથિયાર ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. ​આ કામગીરીમાં ધરપકડ કરાયેલા આરોપીની વિગતવાર માહિતી જોઈએ તો, 40 વર્ષીય શબીર ઉર્ફે બાબા મહમદ શેખ જે જૂનાગઢના જમાલવાડી વિસ્તારમાં લાખાપીરની દરગાહ પાસે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 20,000 રૂપિયાની કિંમતની એક નંગ પીસ્તોલ કબજે કરવામાં આવી છે. આ ગુનામાં અન્ય એક આરોપી અલ્ફેજ મેમણ જે જૂનાગઢના સુખનાથ વિસ્તારનો રહેવાસી છે તેનું નામ પણ ખુલ્યું છે, જોકે તે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. એ ડીવીઝન પોલીસ મથકે આ મામલે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિક્રમભાઈ ચાવડા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઈ કુવાડિયા તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, મેણસીભાઈ અખેડ અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને વિક્રમભાઈ ચાવડા અને રોહિતભાઈ ધાધલને મળેલી સંયુક્ત બાતમી સફળ સાબિત થઈ હતી
    Click here to Read More
    Previous Article
    ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં સ્થાનિકોને ફાળવણીમાં પ્રાથમિકતા આપવા માગ:લોકોની આજીવિકા બચાવવા ઝંખનાબેન પટેલની મ્યુનિ. કમિશનરને રજૂઆત, લારી-ગલ્લા હટાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા
    Next Article
    સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બે માસૂમના મોત:રાજકોટના સોપાન હાઈટ્સ બિલ્ડિંગના પૂલમાં સગા ભાઈ-બહેન ડૂબ્યા, બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment