Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં સ્થાનિકોને ફાળવણીમાં પ્રાથમિકતા આપવા માગ:લોકોની આજીવિકા બચાવવા ઝંખનાબેન પટેલની મ્યુનિ. કમિશનરને રજૂઆત, લારી-ગલ્લા હટાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા

    2 days ago

    સુરત મહાનગર પાલિકા દ્વારા સાકાર થઈ રહેલા અત્યંત મહત્વકાંક્ષી 'ડુમસ સી-ફેસ' ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હવે રાજકીય અને સામાજિક ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત થનારી અદ્યતન દુકાનો અને અન્ય વ્યાવસાયિક એકમોની ફાળવણીમાં માત્ર સ્થાનિક રહીશોને જ પ્રથમ પસંદગી આપવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ઝંખનાબેન પટેલે આ ગંભીર મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી સ્થાનિકોના હિતોનું રક્ષણ કરવા માટે મક્કમપણે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. લારી-ગલ્લા હટાવવાની કામગીરી બાદ સ્થાનિકોમાં ભારે રોષ તાજેતરમાં જ સુરત મહાનગર પાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા ડુમસ સી-ફેસ અને ગણેશ મંદિરની આસપાસના વિસ્તારોમાં આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વર્ષોથી ત્યાં નાની-મોટી લારીઓ ચલાવી ગુજરાન ચલાવતા અનેક સ્થાનિક પરિવારોની રોજગારી પર સીધી અસર પડી હતી. પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્રોશ પારખીને ઝંખનાબેન પટેલે મેદાનમાં આવીને સ્થાનિકોની આજીવિકા બચાવવા માટે વહીવટી તંત્ર સામે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. વિકાસમાં સ્થાનિક ગ્રામજનોનો ફાળો સર્વોપરી: ઝંખનાબેન ઝંખનાબેન પટેલે કમિશનરને કરેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડુમસ સી-ફેસ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે ત્યારે ત્યાં ઉભી થનારી તમામ આર્થિક તકો પર પ્રથમ હક સ્થાનિકોનો હોવો જોઈએ. ડુમસ, ભીમપોર અને સુલતાનાબાદ ગામના લોકોએ વર્ષોથી આ વિસ્તારના વિકાસમાં જે સહયોગ આપ્યો છે તેને અવગણી શકાય નહીં. પ્રોજેક્ટના અમલીકરણમાં ગ્રામજનોનો ફાળો પ્રશંસનીય રહ્યો છે, તેથી વળતર સ્વરૂપે તેમને વ્યવસાયિક એકમોની ફાળવણીમાં અગ્રતા આપવી એ નૈતિક રીતે પણ ખૂબ જ અનિવાર્ય છે. આર્થિક સદ્ધરતા માટે ખાસ નીતિ ઘડવાની ઉગ્ર માંગ સ્થાનિક યુવાનો અને પરિવારોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે દુકાનોની ફાળવણીમાં 'પ્રાયોરિટી' આપવાની માંગણી કરવામાં આવી છે. ઝંખનાબેનનું માનવું છે કે કોઈપણ વિકાસલક્ષી પ્રોજેક્ટ ત્યારે જ ખરા અર્થમાં સાર્થક ગણાય જ્યારે તેમાં જે તે વિસ્તારના મૂળ રહીશોની સીધી ભાગીદારી હોય. જો બહારના લોકોને બદલે સ્થાનિકોને રોજગારી મળશે તો જ તેમનું જીવનધોરણ સુધરશે. પોતાના જ ગામની જમીન પર બનેલા પ્રોજેક્ટમાં જો સ્થાનિકોને આજીવિકા પ્રાપ્ત નહીં થાય તો વિકાસનો હેતુ અધૂરો રહી જવાની ભીતિ છે. પાલિકા હકારાત્મક નિર્ણય લેશે એવી આશા વિકાસના કામોમાં સ્થાનિકોને અવગણવાને બદલે તેમને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિ બનાવવી જોઈએ તેવું આ રજૂઆતમાં જણાવાયું છે. ઝંખનાબેન પટેલે અંતમાં આશા વ્યક્ત કરી હતી કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશો આ સંવેદનશીલ મુદ્દે ચોક્કસપણે હકારાત્મક વલણ અપનાવશે. સ્થાનિક ગ્રામજનોના હિતમાં અને તેમની આજીવિકાના રક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર યોગ્ય નીતિવિષયક નિર્ણય લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં:પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર, લુખ્ખાઓ માટે ચા-પાણી મંગાવાતા હોવાનો આરોપ, કુલપતિને રજૂઆત
    Next Article
    ગેરકાયદેસર પિસ્તોલ સાથે ' બાબા ' પકડાયો:"બાબા બોલે મેરી જાન" ફેમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શબીર ઉર્ફે બાબા શેખ પીસ્તોલ સાથે જૂનાગઢ એસઓજીના સકંજામાં: સોનરખ નદી કાંઠેથી થઈ ધરપકડ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment