Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં:પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર, લુખ્ખાઓ માટે ચા-પાણી મંગાવાતા હોવાનો આરોપ, કુલપતિને રજૂઆત

    2 days ago

    રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં વિદ્યાર્થી આકાશ તિવારીએ કુલપતિ ડૉ. ઉત્પલ જોશીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ અને કન્વેન્શન બિલ્ડીંગ શિક્ષણનું મંદિર જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલું છે. જે વિદ્યાર્થી નેતાઓ અને રાજકીય પક્ષોના ભ્રષ્ટ તત્વો માટે મિલન સ્થળ બની ગયું હોય તેવું લાગે છે. દર વર્ષે પેપરમાં ગરબડ અને અન્ય ખામીઓ હોય છે. જેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂછવા માંગે છે કે પરીક્ષા વિભાગ કે જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્યનો નિર્ણય લેવામાં આવે છે ત્યાં લુખ્ખાઓનું શું કામ છે? જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી પરીક્ષા સંબંધિત પ્રશ્ન પૂછવા માટે આવા વિભાગમાં જાય છે ત્યારે આ વિદ્યાર્થી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે પરંતુ જ્યારે આવા લુખ્ખાઓ પ્રવેશ કરે છે ત્યારે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યુવક અને યુવતી બેઠા હોય ત્યારે સુરક્ષાકર્મી દ્વારા તેમનો ફોટો લેવામાં આવે છે જે ગોપનીયતા અને મુક્ત હિલચાલના અધિકારનું ઉલ્લંઘન છે પરંતુ જ્યારે કેમ્પસમાં દારૂની બોટલો મળી આવે છે ત્યારે કોઈ સુરક્ષા કર્મચારી ધ્યાન આપતું નથી જેથી આ મુદ્દાને ધ્યાનમાં લઈને પગલાં લેવા માટે વિનંતી છે. રાજકોટ મનપાનાં સિવિક સેન્ટરોમાં લાંબી લાઈનો, ચાર દિવસમાં ત્રણ દિવસની રજાને કારણે લોકોનો ધસારો રાજકોટમાં શનિ-રવિની રજા બાદ આજે મનપા કચેરી ખુલી હતી. હવે આવતીકાલે મંગળવારે ફરી જાહેર રજા છે. આમ ચાર દિવસમાં માત્ર એક જ દિવસ જરૂરી કામ થઇ શકે તેમ હોય આજરોજ નાગરિક સુવિધા કેન્દ્રમાં લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. સિવિક સેન્ટર બહારની બંને તરફ અને સામે પાર્કિંગના ભાગમાં બાળકો સાથે પણ લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા. જેમાં ટેકસ વિભાગ, જન્મ-મરણના દાખલા સહિતના કામ માટે લોકો તડકામાં વેઇટીંગમાં રહ્યા હતા. આજે સર્વરનો કોઇ ઇસ્યુ ન હતો પરંતુ રજાઓના કારણે આજે જરૂરી કામ નિપટાવવા લોકોએ લાઇનમાં ઉભુ રહેવું પડયું હતું. હવે ઉનાળામાં તંત્ર દ્વારા છાયડા અને પાણી જેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. બીજીતરફ જન્મ-મરણનાં દાખલા અને આધારકાર્ડ જેવી સેવાઓમાં ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવતું ન હોય છુટ્ટા પૈસા માટે પણ ઘણીવાર લોકો હાલાકી ભોગવતા હોય છે. ત્યારે અહીં ઓનલાઈન પેમેન્ટ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાં ઉઠી રહી છે. અગાઉ જન્મ-મરણનાં દાખલાની ફી રૂ. 5 હતી. જેની સામે એટલો ચાર્જ લાગતો હોવાથી ઓનલાઈન સુવિધા શરૂ થઈ શકી નહોતી. પરંતુ હાલમાં આ ફી રૂ. 50 કરવામાં આવી હોવાથી ઓનલાઈન પણ શરૂ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. જોકે આ માટેની પ્રક્રિયા ચાલુ હોવાનું અને ટૂંક સમયમાં લોકોને ઓનલાઈન સુવિધા મળતી થનાર હોવાનું દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મનપાનાં અધિકારી પ્રેરિત જોષીએ જણાવ્યું હતું. મિશ્ર ઋતુમાં રોગચાળો વકર્યો, કમળો અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગનાં દર્દીઓ સામે આવતા તંત્ર સતર્ક રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં વિવિધ રોગના કુલ 1436 દર્દીઓ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. જોકે અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવતા ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાનો 0 કેસ નોંધાયો છે. પરંતુ લાંબા સમય બાદ પાણીજન્ય રોગો કમળો અને ટાઇફોઇડનાં 1-1 દર્દી સામે આવતા જ તંત્ર સતર્ક બન્યું છે. આ સિવાય શરદી-ઉધરસના 645, સામાન્ય તાવના 571, અને ઝાડા-ઉલ્ટીના 218 કેસ નોંધાયા છે. રોગચાળાને ડામવા માટે આરોગ્ય શાખા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ દરમિયાન રહેણાંકના 85 અને કોમર્શિયલ 37 મળી કુલ 122 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 12153 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 371 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત, પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 906 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. મિશ્ર ઋતુને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન મશીનથી ફોગીંગ અને જનજાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટમાં BAPSનો ભવ્ય 'માનવ ઉત્કર્ષ મહોત્સવ', અંતિમ દિવસે 'લક્ષ્મણ રેખા' વિષય પર વિરાટ મહિલા સંમેલન રાજકોટના રેસકોર્સ મેદાનમાં તા. 11 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 'માનવ ઉત્કર્ષ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રાત્રે 8.30 કલાકે યોજાનારા આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંત દ્વારા જીવન ઉત્કર્ષના વિવિધ વિષયો પર પ્રેરક ઉદબોધન આપવામાં આવશે. આ એક સપ્તાહ દરમિયાન ભાવિકો માટે પારાયણ, પ્રેરક પ્રદર્શન, પરોપકારી સેવા યજ્ઞ અને પવિત્ર પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવના પ્રારંભ પૂર્વે તા. 10ના શુક્રવારે સાંજે 4.30 થી 6.30 દરમિયાન રેસકોર્સ ખાતે ભવ્ય પોથીયાત્રા નીકળશે. મહોત્સવમાં દરરોજ અલગ-અલગ વિષયો જેવા કે સંકલ્પો સાકાર કરવાના સૂત્રો, સત્ય સનાતન દેશ હૈ મેરા અને 'મોજમાં રહે તે માનવ' પર રસાળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. મહોત્સવના અંતિમ દિવસે તા. 17ના શુક્રવારે સાંજે 6 થી 9 દરમિયાન 'લક્ષ્મણ રેખા' વિષય પર વિરાટ મહિલા સંમેલનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કારો, રાષ્ટ્રવાદ અને માનવ ઉત્થાનની પ્રેરણા આપતા આ પ્રસંગમાં વરિષ્ઠ સંતોના આશીર્વાદનો લાભ મળશે. મહોત્સવમાં જોડાવા માટે શહેરના યુવા વર્ગ અને જાહેર જનતાને BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ બોલ્યા- બસ્તરથી લાલ આતંક ખતમ:હથિયાર ઉઠાવનારાઓને છોડવામાં નહીં આવે; એક વર્ષ પહેલા કહ્યું હતું- 31 માર્ચ સુધીમાં નક્સલવાદ ખતમ થશે
    Next Article
    ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં સ્થાનિકોને ફાળવણીમાં પ્રાથમિકતા આપવા માગ:લોકોની આજીવિકા બચાવવા ઝંખનાબેન પટેલની મ્યુનિ. કમિશનરને રજૂઆત, લારી-ગલ્લા હટાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment