Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બે માસૂમના મોત:રાજકોટના સોપાન હાઈટ્સ બિલ્ડિંગના પૂલમાં સગા ભાઈ-બહેન ડૂબ્યા, બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત

    4 days ago

    રાજકોટમાં સોપાન હાઈટ્સ બિલ્ડિંગના સ્વિમિંગ પૂલ નજીક રમતાં રમતાં બે બાળકો ડૂબી જાવથી મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા બિલ્ડિંગમાં જ સફાઈ કરતા બંને બાળકોના માતા-પિતા દોડી આવ્યા હતા અને બન્નેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બન્ને ભાઈ બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નેપાળી પરિવાર હજુ માત્ર 14 દિવસથી જ અહીંયા સફાઈ કામ કરવા માટે કામ પર લાગ્યો હતો. 7 અને 5 વર્ષના માસુમ બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. બપોરે રમતા રમતા બાળકો સ્વિમિંગ પૂલમાં પડ્યા રાજકોટના રૈયા ધાર વિસ્તારમાં આવેલી ડ્રિમ સિટીની સામે સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં આજે એક કરૂણ બનાવ સામે આવ્યો છે, આજ રોજ બપોરના 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે રમતા રમતા બાળકો સ્વિમિંગ પૂલ નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન નેપાળી પરિવારના બે સગા ભાઈ-બહેનનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જે બાદ બનાવ અંગે જાણ થતા જ સોપાન હાઈટ્સના રહેવાસીઓ અને બાળકોના માતા-પિતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને 108 બોલાવી બંને બાળકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તપાસ કરી બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા અને આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. બંને બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા યુનિવર્સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી દીપેશ કરણભાઈ ભંડારી (ઉ.વ.7) અને દેપસીકા કરણભાઈ ભંડારી (ઉ.વ.5)ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક બાળકોના માતા-પિતા અને પરિવાર મૂળ નેપાળનો રહેવાસી હોવાનું અને હાલ રાજકોટના સોપાન હાઈટ્સ ખાતે છેલ્લા 14 દિવસથી રહેવા આવી અહીંયા સફાઈ કામદાર તરીકે રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદેસર પિસ્તોલ સાથે ' બાબા ' પકડાયો:"બાબા બોલે મેરી જાન" ફેમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શબીર ઉર્ફે બાબા શેખ પીસ્તોલ સાથે જૂનાગઢ એસઓજીના સકંજામાં: સોનરખ નદી કાંઠેથી થઈ ધરપકડ.
    Next Article
    Apart from Indian vessels,10 foreign-flagged tankers with oil, gas bound for India are stranded in Persian Gulf

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment