Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં ઈંધણ-ગેસના પુરવઠા અંગે કલેક્ટરની બેઠક:તમામ પેટ્રોલ પંપોએ દૈનિક રિપોર્ટ સોંપવો પડશે, ગેસ એજન્સીઓને ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપી બનાવવા અને નવા કનેક્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવા કલેક્ટરનો આદેશ

    18 hours ago

    દાહોદ જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલ જેવા જીવનજરૂરી ઈંધણનો પુરવઠો ખોરવાય નહીં અને નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં તાજેતરમાં ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપ સંચાલકો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ઈંધણના વિતરણને વધુ સુવ્યવસ્થિત કરવા અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં કલેક્ટરે ગેસ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ગ્રાહકોને સિલિન્ડરના વિતરણમાં કોઈપણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં. ખાસ કરીને ઈ-કેવાયસી (e-KYC)ની પ્રક્રિયામાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાનિક સ્તરે જ આ કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું. ગેસ રિફિલિંગ માટે બુકિંગ કર્યા બાદ કેટલા દિવસમાં ડિલિવરી થાય છે તેનું નિયમિત મોનિટરિંગ કરવા અને નવા કનેક્શન લેવા ઈચ્છતા નાગરિકોને કોઈપણ જટિલ પ્રક્રિયા વગર ઝડપથી કનેક્શન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય તે માટે હવે તમામ પેટ્રોલ પંપ સંચાલકોએ તેમના સ્ટોક અંગેનો દૈનિક રિપોર્ટ વહીવટી તંત્રને ફરજિયાત મોકલવો પડશે. આ ઉપરાંત, કેરોસીનના વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરતા જણાવાયું હતું કે હવે માત્ર IOCL (ઇન્ડિયન ઓઇલ) ના પેટ્રોલ પંપો જ કેરોસીન વિતરણ માટે અધિકૃત રહેશે. તમામ તાલુકાના મામલતદારો પાસેથી જરૂરિયાત મુજબની માંગ મંગાવીને જ જથ્થો ફાળવવામાં આવશે. કલેક્ટર યોગેશ નિરગુડેએ ખાસ ભાર મૂક્યો હતો કે જિલ્લામાં ઈંધણની અછત અંગેની ખોટી અફવાઓ ફેલાવતા તત્વો સામે સતર્ક રહેવું. જો અફવાને કારણે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી પર બિનજરૂરી ભીડ ઉભી થાય, તો સંચાલકોએ તાત્કાલિક પોલીસ અથવા વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે. આ સાથે સિટી ગેસ પ્રોજેક્ટ હેઠળ પાઇપલાઇન દ્વારા અપાતા કનેક્શનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં જિલ્લામાં ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનનો છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો:તંત્ર સતર્ક, અફવાઓથી દૂર રહેવા અપીલ; કાળા બજાર સામે કાર્યવાહી
    Next Article
    દેવગઢ બારીયા પાલિકામાં ₹37 કરોડનું બજેટ આખરે સર્વસંમતિથી મંજૂર થયું:અગાઉ બજેટ ફગાવનારા ભાજપના બળવાખોરો અને અપક્ષો ભાજપના દિગ્ગજ નેતાઓની સમજાવટ બાદ નમ્યા, વિકાસના અટકેલા કામો હવે વધશે આગળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment