Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:₹37 લાખથી વધુના છોડ જપ્ત, આરોપી જુડીશ્યલ કસ્ટડીમાં, માલિક વોન્ટેડ

    15 hours ago

    વલસાડ પોલીસે દક્ષિણ ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી છે. વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પારડી તાલુકાના સરોધી ગામેથી ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ₹37 લાખથી વધુના ગાંજાના લીલાછમ છોડ જપ્ત કર્યા છે. આ ઓપરેશનમાં ઝડપાયેલા આરોપીને રિમાન્ડ પૂરા થતાં જુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે આ કેસમાં વોન્ટેડ જાહેર કરાયેલા અન્ય આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બાતમીના આધારે પોલીસે પારડીના સરોધી ગામના બરવાળી ફળિયામાં આવેલા બ્લોક/સર્વે નંબર 875 વાળી જમીનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. સ્થળ પર પહોંચતા પોલીસ ટીમે ખેતરમાં વાંસના લાકડાના ટેકા ગોઠવીને ઉછેરવામાં આવેલા ગાંજાના ઊંચા છોડ જોયા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 18 નંગ ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેનું કુલ વજન 74.310 કિલોગ્રામ થાય છે. બજાર કિંમત મુજબ, આ જથ્થાની કિંમત ₹37,15,500/- આંકવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન સહિત કુલ ₹37,20,500/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદે વાવેતરના સ્થળેથી પોલીસે જમીનની દેખરેખ રાખતા કેરટેકર જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમ્રતભાઈ કોંતી (ઉંમર 23, રહે. કપરાડા) ને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ કબ્જે કરાયો છે. જોકે, આ જમીનનો માલિક હર્ષીલ નરેન્દ્રભાઇ પટેલ પોલીસ રેડ દરમિયાન હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પારડી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરવામાં આવી છે. વલસાડ SOGની આ સફળ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના ગાડુકા સીમમાંથી લાખોનો ગાંજો ઝડપાયો:ANTFની કાર્યવાહી, જૂનો ગુનેગાર ફરી સકંજામાં
    Next Article
    નવસારીમાં શ્રમિકો માટે ₹1.54 કરોડનું હાઈટેક કડિયા નાકું:મેયર અશોક ધોરજીયાના હસ્તે લોકાર્પણ, શ્રમિકોને અનેક સુવિધાઓ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment