Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના ગાડુકા સીમમાંથી લાખોનો ગાંજો ઝડપાયો:ANTFની કાર્યવાહી, જૂનો ગુનેગાર ફરી સકંજામાં

    13 घंटे पहले

    જામનગર જિલ્લામાં નશાના કારોબારીઓ સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સક્રિય બની છે. ANTF જૂનાગઢ વિંગ અને સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા જામનગરના ગાડુકા ગામની સીમમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક નામચીન આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ગાડુકા ગામના રહેવાસી જુવાનસિંહ દિપસિંહ જાડેજાને ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક કાર્યવાહીમાં આરોપી પાસેથી 4.033 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, એક ડિજિટલ વજન કાંટો, મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના ઝબલા સહિત કુલ ₹3,27,450 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા બાદ પકડાયેલા આરોપી જુવાનસિંહ જાડેજા વિરુદ્ધ જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985 ની કલમ 8(સી) અને 20(બી)(2)(બી) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ માદક પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જુવાનસિંહ જાડેજા રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ વર્ષ 2018 માં સિક્કા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હતો. આ ધરપકડથી સ્થાનિક નશાના નેટવર્ક પર મોટો પ્રહાર થયો હોવાનું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ-પરિવારની હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું:યુવકે પોતાના ગળા પર પણ ઘા ઝીંક્યા, ભાગેલા પ્રેમીપંખીડાંને લઈ જતા'તાં, ગાંધીનગરની હોટેલમાં ખૂની ખેલ
    Next Article
    વલસાડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:₹37 લાખથી વધુના છોડ જપ્ત, આરોપી જુડીશ્યલ કસ્ટડીમાં, માલિક વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment