Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ-પરિવારની હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું:યુવકે પોતાના ગળા પર પણ ઘા ઝીંક્યા, ભાગેલા પ્રેમીપંખીડાંને લઈ જતા'તાં, ગાંધીનગરની હોટેલમાં ખૂની ખેલ

    16 hours ago

    ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધણપ ગામ હાઈ-વે પરની રોયલ ફોર્ટ હોટેલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાને પકડીને પરત લઈ જઈ રહેલી પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં જ પ્રેમીએ તેની પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળે ચપ્પુ ફેરવી ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાનું ગળું કાપ્યાં બાદ પ્રેમીએ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમી પંખીડા રાજકોટ હોવાનું લોકેશન મળતાં MPથી પરિવાર ગુજરાત આવ્યો પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના વતની એવા 21 વર્ષીય રજની બજલાલ ધાકડ અને 24 વર્ષીય સંતોષ ઉધમ જાટવ વચ્ચે પ્રેમસંબંધ હતો. આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગીને ગુજરાતના રાજકોટ તરફ નાસી આવ્યા હતા. આ મામલે યુવતીના પરિવારજનોએ મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મધ્યપ્રદેશ પોલીસે આ બંનેનું લોકેશન રાજકોટ હોવાનું શોધી કાઢ્યું હતું. રાત્રે પ્રવાસ કરવો જોખમી લાગતા તમામ લોકો હોટેલમાં રોકાયા આથી પ્રેમિકા રજનીના બે સંબંધીઓ અને મધ્યપ્રદેશ પોલીસના બે જમાદારો રાજકોટ પહોંચ્યા હતા અને બંને પ્રેમી પંખીડાને પોતાની કસ્ટડીમાં લીધા હતા. રાજકોટથી આ તમામ લોકો ખાનગી વાહન દ્વારા મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા. જોકે લાંબા અંતરનું ડ્રાઇવિંગ હોવાના કારણે વાહન ચલાવનાર અને સાથે રહેલા તમામ લોકો ભારે થાકી ગયા હતા. આથી રાત્રિના સમયે આગળ પ્રવાસ કરવો જોખમી જણાતા, તેઓએ ચિલોડા હાઈવે પર આવેલી રોયલ ફોર્ટ હોટેલમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું હતું અને ત્યાં એક રૂમ ભાડે રાખ્યો હતો. હોટેલના રૂમમાં બે પોલીસ કર્મચારીઓ, યુવતીના બે સગા અને આ પ્રેમી પંખીડા એમ તમામ છ લોકો એક જ રૂમમાં રોકાયા હતા. સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે રાત્રે સૂતા પહેલા બંને પ્રેમી-પંખીડાને અલગ-અલગ સુવડાવવામાં આવ્યા હતા. રાત્રિના સમયે બન્ને એકબીજાની નજીક આવ્યો ને... લાંબી સફરના થાકને કારણે બંને પોલીસ જવાનો અને પરિવારના સભ્યો ગાઢ નિદ્રામાં સરી પડ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન મધ્યરાત્રિએ તકનો લાભ ઉઠાવીને સંતોષ અને રજની એકબીજાની નજીક આવ્યા હતા. સંતોષે અત્યંત ઠંડા કલેજે પ્રેમિકા રજનીને પોતાના ખોળામાં સુવડાવીને તેની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પા વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. રજની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા બાદ સંતોષે એ જ ચપ્પાથી પોતાના ગળા પર પણ ઘા ઝીંકી દીધા હતા. પોલીસે લાઈટ શરૂ કરતા યુવક તરફડી રહ્યો હતો દરમિયાન રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ રૂમમાં કંઈક અજુગતો અવાજ આવતા એક પોલીસ કર્મચારી અચાનક જાગી ગયો હતો. તેણે રૂમની લાઈટ ચાલુ કરતા જ સામેનું ભયાનક દૃશ્ય જોઈને તેના હોશ ઊડી ગયા હતા. રૂમમાં ચારેય તરફ લોહીના ખાબોચિયા ભરાયેલા હતા અને રજની મૃત હાલતમાં પડી હતી, જ્યારે સંતોષ તરફડી રહ્યો હતો. પ્રમિકા વતન જઈને ફરી જવાના ડરે હત્યા કર્યાની આશંકા આ ઘટનાની તાત્કાલિક જાણ ચિલોડા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમી સંતોષને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ જઈને પ્રેમિકા ફરી જશે એવી શંકા અને માર પણ પડશે એવું માનીને તેણે આ કાંડ કર્યો હોવાનું અનુમાન છે.
    Click here to Read More
    Previous Article
    એક ગ્રાહકને 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે:કોમર્શિયલ યુઝર્સ રિટેલ પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે નહીં, તેમના માટે ડીઝલ લગભગ ₹40 મોંઘું
    Next Article
    જામનગરના ગાડુકા સીમમાંથી લાખોનો ગાંજો ઝડપાયો:ANTFની કાર્યવાહી, જૂનો ગુનેગાર ફરી સકંજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment