Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો:પ્રમુખ ચીખલીયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ રમેશ રબારીને સસ્પેન્ડ કર્યા, મહામંત્રીએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા

    13 hours ago

    મોરબી જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશ રબારીને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. સસ્પેન્શનના આદેશ બાદ રમેશ રબારીએ સોશિયલ મીડિયા પર ઓડિયો અને વીડિયો વાયરલ કરી જિલ્લા પ્રમુખ કિશોર ચીખલીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જમીન કૌભાંડ અને ભાજપ સાથેના જોડાણના આક્ષેપો રમેશ રબારી દ્વારા વાઈરલ કરવામાં આવેલા ઓડિયોમાં ટંકારાના એક જમીન કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વીડિયો સંદેશમાં આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને થતા કૌભાંડોને ઉજાગર કરવા તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ નથી. રબારીએ પ્રમુખ કિશોર ચીખલીયા પર પ્રહાર કરતા જણાવ્યું કે, ચીખલીયાના પત્ની ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ ભાજપની પ્લેટ ધરાવતી ગાડીનો ઉપયોગ કરે છે. વધુમાં, ભૂતકાળમાં જ્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે કિશોર ચીખલીયાએ પક્ષ સામે બળવો કરીને પ્રમુખ પદ મેળવ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. શિસ્તભંગના પગલે કાર્યવાહી: જિલ્લા પ્રમુખ આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે, રમેશ રબારી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પક્ષના આગેવાનો વિરુદ્ધ અશોભનીય લખાણો લખતા હતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. મોરબી જિલ્લામાં કોંગ્રેસને નુકસાન ન થાય તે હેતુથી તેમને મહામંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે, જોકે પક્ષમાંથી હજુ સસ્પેન્ડ કરાયા નથી. ભૂતકાળના બળવા અંગે ખુલાસો પોતાના પર લાગેલા બળવાખોરીના આક્ષેપો અંગે કિશોર ચીખલીયાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના ભૂતકાળ વિશે સ્થાનિક સ્તરથી લઈ રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વ સુધીના તમામ લોકો માહિતગાર છે. તેમના પત્ની ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયા હોવાની વાત પણ જગજાહેર છે. તેમણે ઉમેર્યું કે, પક્ષમાં શિસ્ત જાળવવા માટે લીધેલા નિર્ણય સામે રમેશ રબારી હતાશામાં પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી LCBએ ₹22.68 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો:બોરીયાચ ટોલનાકા પાસે આઈસર ટેમ્પોમાંથી 6,276 બોટલો જપ્ત
    Next Article
    પાલતુ અશ્વએ યુવકને છાતી પર લાત મારી:કાકણપુર-પઢિયારમાં 32 વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર બાદ નિધન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment