Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી LCBએ ₹22.68 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો:બોરીયાચ ટોલનાકા પાસે આઈસર ટેમ્પોમાંથી 6,276 બોટલો જપ્ત

    14 hours ago

    નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે નંબર-48 પર બોરીયાચ ટોલનાકા પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક આઈસર ટેમ્પોમાંથી ₹22.68 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 6,276 નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB ટીમે ₹12.58 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, વ્હિસ્કી, વોડકા અને બિયરના ટીન ભરેલા 188 પૂંઠાના બોક્સ જપ્ત કર્યા હતા. દારૂના જથ્થા ઉપરાંત, ₹10 લાખનો આઈસર ટેમ્પો (નંબર MH 43 CQ 1036) અને ₹10,000નો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. સુરત વિભાગના આઈજી પ્રેમ વીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલની સૂચના મુજબ, LCB પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન એએસઆઈ દિગ્વીજયસિંહ અને પીસી મનોજકુમારને મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે પર દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે, પીએસઆઈ એમ.બી. ગામીત અને તેમની ટીમે બોરીયાચ ટોલનાકાથી 150 મીટર દૂર નાકાબંધી ગોઠવી વોચ રાખી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ આઈસર ટેમ્પોને અટકાવી તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઉત્તર પ્રદેશના રહેવાસી મેનુદ્દીન અકબાલ નેવાસઅલી સમાની (ઉંમર 32) ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના ભીવંડી ખાતે આવેલા ઇન્ડિયન કમ્પાઉન્ડના ગોડાઉનમાંથી સુરેન્દ્રસિંગ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. આ જથ્થો સુરત ખાતે કોઈ અજાણ્યા ઈસમને પહોંચાડવાનો હતો. આ કેસમાં ભીવંડી, મહારાષ્ટ્રના સુરેન્દ્રસિંગ (દારૂ ભરાવી આપનાર), સુરેન્દ્રસિંગના બે અજાણ્યા માણસો અને સુરત ખાતે જથ્થો સ્વીકારનાર એક અજાણ્યા ઈસમ સહિત કુલ ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ધર્મના મામાએ 10 વર્ષની માસૂમને પીંખી:PM મોદી આવતીકાલે ગુજરાતમાં, 24 કલાકમાં નર્મદા કેનાલ ચારને ભરખી ગઈ, અમરેલીમાં જાનૈયા ભરેલી બસે પલટી મારી
    Next Article
    મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો:પ્રમુખ ચીખલીયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ રમેશ રબારીને સસ્પેન્ડ કર્યા, મહામંત્રીએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment