Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રનચેઝમાં ઈન્ડિયન ઓપનર્સની તોફાની બેટિંગ:રોહિત શર્માએ છગ્ગા સાથે માત્ર 32 બોલમાં ફિફ્ટી પૂરી કરી, કેપ્ટન ગિલની પણ શાનદાર બેટિંગ

    23 hours ago

    વેસ્ટ ઇન્ડીઝે બીજી વન-ડે મેચમાં ભારતને જીતવા માટે 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 11 ઓવરમાં 98/0 છે. ટીમ તરફથી રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર છે. રોહિત શર્માએ છગ્ગો ફટકારીને 32 બોલમાં પોતાના કરિયરની 63મી ODI ફિફ્ટી ફટકારી. વેસ્ટ ઇન્ડીઝ ટીમે વન-ડે ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ગુવાહાટી ખાતે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 405 રન બનાવ્યા હતા. આ પહેલાં ટીમનો સર્વોચ્ચ સ્કોર 389 રન હતો, જે તેમણે 2019માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જ્હોન કેમ્પબેલ (101), શાઈ હોપ (104) અને આમીર જંગુ (114)એ શાનદાર સદીઓ ફટકારી હતી. ભારત માટે કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને ગરનૂર બરારે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 વિકેટ મળી હતી. આ મેચ દરમિયાન કુલદીપ યાદવે વન-ડેમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી છે અને આ સિદ્ધિ મેળવનાર તે 9મો ભારતીય બોલર બન્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), આમીર જાંગુ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેયડન સીલ્સ અને વિટેલ લૉઝ.
    Click here to Read More
    Previous Article
    Congress alleges corruption at Rajkot AIIMS |રાજકોટ AIIMSમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ |Gujarat
    Next Article
    કોંગ્રેસના ઉમેદવારને મળેલી જામીન સામે બંગાળ સરકાર કોર્ટમાં પહોંચી:સુપ્રીમ કોર્ટે કહ્યું- તમારી અરજી ફગાવી દેવામાં આવશે, પરંતુ અમે આવું સોમવારે કરીશું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment