Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના ડો. વી. વી. સાંઠયેનું નિધન:હૃદયરોગના હુમલા આવતાં જાણીતા આઈ-સર્જન ગુમાવ્યા, તબીબી જગતમાં શોક

    2 days ago

    જામનગરના જાણીતા આંખના સર્જન ડો. વી. વી. સાંઠયેનું આજે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. સંકલ્પ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. સાંઠયેના નિધનથી સમગ્ર તબીબી આલમમાં શોક વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ, આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ ડો. વી. વી. સાંઠયેને અચાનક હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક બરોડા હાર્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડો. સાંઠયે જામનગરની સંકલ્પ હોસ્પિટલ સાથે લાંબા સમયથી સંકળાયેલા હતા. આંખની જટિલ સર્જરીમાં તેમની નિપુણતા અને હજારો દર્દીઓને દ્રષ્ટિ પ્રદાન કરવાના તેમના કાર્યને કારણે તેઓ ખૂબ લોકપ્રિય હતા. તેમની અચાનક વિદાયથી સાથી ડોકટરો અને મેડિકલ સ્ટાફ આઘાતમાં છે. ડો. વી. વી. સાંઠયે એક કુશળ સર્જન હોવા ઉપરાંત મૃદુ અને સેવાભાવી સ્વભાવ માટે પણ જાણીતા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ જામનગરના વિવિધ તબીબી સંગઠનો અને સામાજિક અગ્રણીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોડી સેન્સર ડિટેક્ટરનો ઉપયોગ કરીને ફાયરે લાશ બહાર કાઢી:શિનોરના ટિંગલોદ ગામે તળાવમાં પગ લપસી જતાં આધેડ ડૂબ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો
    Next Article
    પાટણ LCB PI, યુનિવર્સિટી કુલપતિએ પદ્મનાભ મંદિરે દર્શન કર્યા:ટ્રસ્ટ અને સમાજ શ્રેષ્ઠીઓએ બંને મહાનુભાવોનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment