Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડી સેન્સર ડિટેક્ટરનો ઉપયોગ કરીને ફાયરે લાશ બહાર કાઢી:શિનોરના ટિંગલોદ ગામે તળાવમાં પગ લપસી જતાં આધેડ ડૂબ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો

    2 days ago

    વડોદરા જિલ્લના શિનોર તાલુકાના ટિંગલોદ ગામના રહેવાસી રાજેશભાઈ પરષોત્તમભાઈ વસાવા (ઉંમર: 55 વર્ષ) માછીમારી કરવા તળાવ કિનારે ગયા હતા. ત્યારે અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ તળાવમાં પડી ગયા અને ડૂબી ગયા હતા. બોડી સેન્સર ડિટેક્ટર અને રેસ્ક્યુ બોટની મદદથી લાશ બહાર કઢાઈ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. જો કે, રાત્રે અંધારું વધુ હોવાના કારણે શોધખોળમાં અસુવિધા પડતાં, ટીમે વહેલી સવારે શોધખોળ શરૂ કરી હતી. શરૂઆતમાં બોડી મળતું ન હોવાથી ફાયર વિભાગે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. જેમાં બોડી સેન્સર ડિટેક્ટર અને રેસ્ક્યુ બોટની મદદથી દોઢ કલાકની ભારે મહેનત પછી રાજેશભાઈ વસાવાનું શબ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. માછીમારી કરવા તળાવે ગયા લપસતાં ડૂબી ગયાનું અનુમાન પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજેશભાઈ માછીમારી કરવા તળાવે ગયા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. શિનોર પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ કહ્યું- મોદી સબરીમાલાને ભૂલી ગયા:ભાજપે કહ્યું- મમતા મતદારોને ધમકાવી રહ્યા, ચૂંટણી પંચને ફરિયાદ કરી; આસામમાં કોંગ્રેસ-AIDUFના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
    Next Article
    જામનગરના ડો. વી. વી. સાંઠયેનું નિધન:હૃદયરોગના હુમલા આવતાં જાણીતા આઈ-સર્જન ગુમાવ્યા, તબીબી જગતમાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment