Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ LCB PI, યુનિવર્સિટી કુલપતિએ પદ્મનાભ મંદિરે દર્શન કર્યા:ટ્રસ્ટ અને સમાજ શ્રેષ્ઠીઓએ બંને મહાનુભાવોનું સન્માન કર્યું

    2 days ago

    પાટણ LCB PI રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી ગોપેશ્વર મહાદેવ અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેઓએ સાંધ્ય આરતીમાં ભાગ લઈને દર્શનનો લાભ લીધો હતો. પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવના મંદિરે પધારેલા આ બંને મહાનુભાવોને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની પ્રશંસનીય કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી સહિત સમાજ આગેવાનો શાંતિભાઈ સ્વામી, કમલેશ સ્વામી, સચિન પ્રજાપતિ, રાજુભાઈ (ખન્નાભાઈ) અને નગરસેવિકા પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિ સહિતના ભક્તો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને બુકે, શાલ અને ભગવાનના પ્રસાદ સ્વરૂપ રેવડી અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, સમયની સાથે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવી રહ્યું છે અને સમાજ સંગઠનની ભાવના પણ મજબૂત બની રહી છે. માટી સાથે જોડાયેલા સમાજ દ્વારા વ્યક્તિ વિશેષોનું સન્માન કરીને જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તે ખરેખર વંદનીય છે. પાટણ LCB PI રાકેશભાઈ ઉનાગરે પણ પાટણમાં તેમની સવા ચાર વર્ષથી વધુની ફરજ દરમિયાન સમાજના લોકો તરફથી મળેલા પ્રેમ અને સહકાર બદલ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સન્માન બદલ સૌનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરના ડો. વી. વી. સાંઠયેનું નિધન:હૃદયરોગના હુમલા આવતાં જાણીતા આઈ-સર્જન ગુમાવ્યા, તબીબી જગતમાં શોક
    Next Article
    Gujarat Rain LIVE | માવઠાની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ શરૂ | Unseasonal Rain | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment