Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ, બેની લાશ મળીને બે લાપતા:ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ, ગાંધીનગરના વલાદ અને રાયપુર પાસેનો બનાવ

    15 hours ago

    ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કરુણાંતિકાનું કેન્દ્ર બની છે. છેલ્લા 24 કલાકમાં કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને ઘટનાઓમાં કરુણતા એ વાતની છે કે એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધીની શોધખોળમાં બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાથપગ ધોવા જતાં પગ લપસ્યો ને ડૂબ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ બનાવ લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બન્યો હતો. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે ગયા હતા. આ દરમિયાન હાથપગ ધોવા જતાં એક યુવકનો પગ લપસી ગયો હતો. તેને ડૂબતો જોઈ બીજો યુવક બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. એક ભાઈની લાશ મળીને એકની શોધખોળ પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બંને યુવકો લાપતા થઈ ગયા હતા. ફાયર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ બીજી ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક બની હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ જયંતિભાઈ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને રોકવા અને બચાવવા પાછળ આવેલો તેનો ભાઈ પણ તેને બચાવવાની લ્હાયમાં કેનાલમાં પડ્યો હતો. નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી જ્યારે એકનો પત્તો લાગ્યો નથી જોતજોતામાં બંને ભાઈઓ આંખના પલકારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. આ મામલે ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. 'તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ ઘરેથી નીકળી ગયા હતા' આ બંને ઘટનાની તપાસ કરનાર ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિકુલભાઈએ જણાવ્યું કે, નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપમાં સંયુક્ત પરિવારમાં રહેતા જયંતીભાઈ વાઘેલાના બે પુત્રો નિખિલ અને નીરજ વચ્ચે રવિવારે બપોરના સમયે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ આવેશમાં આવીને ઘરેથી નીકળી ગયા હતા અને દહેગામ રોડ તરફ આવેલી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. જેમાં એક ભાઈએ કેનાલમાં છલાંગ લગાવતા બીજો તેણે બચાવવા અંદર કૂદી ગયો હતો. શોધખોળ દરમિયાન મેદરા ગામ પાસેની કેનાલમાંથી નિખિલ જયંતીભાઈ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બે યુવકોનો હજી પત્તો લાગ્યો નથી જ્યારે અન્ય ઘટનામાં ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા બંને પિતરાઈ ભાઈઓ છે. જેઓ એક્ટિવા લઈને કેનાલ તરફ આવ્યા હતા. ગરમી વધુ હોવાથી કેનાલમાં બન્ને હાથપગ ધોવા નીચે ઉતર્યા હતાં. અને બંને ઊંડા પાણીમાં ગરકાવથી ગયાં હતા. આ ઘટનામાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે અન્ય બે યુવકોનો હજી પત્તો લાગ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી, ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી:ગોવિંદ પરમારના પુત્ર પર હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત
    Next Article
    દ્વારકામાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીનો ભવ્ય લગ્નોત્સવ:રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં મોડી રાત સુધી ઉજવણી, ભક્તોના જયઘોષ અને મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ ભક્તિમય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment