Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીનો ભવ્ય લગ્નોત્સવ:રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં મોડી રાત સુધી ઉજવણી, ભક્તોના જયઘોષ અને મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ ભક્તિમય

    16 hours ago

    યાત્રાધામ દ્વારકામાં ચૈત્રી સુદ તેરસના પાવન અવસર પર ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીનો પરંપરાગત લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ મંગલ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર ક્ષણોના સાક્ષી બન્યા હતા. ધર્મનગરીના પ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરના વિશાળ પટાંગણમાં સાંજે 7 વાગ્યાથી ધાર્મિક વિધિઓ સાથે આ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રી સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઉજવણીના ભાગરૂપે સાંજીના પરંપરાગત ભક્તિગીતો, સંગીત સંધ્યા, રૂક્ષ્મણીનો આકર્ષક વરઘોડો તેમજ અન્નકૂટ મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોના જયઘોષ અને મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. વૈદિક પરંપરા મુજબ લગ્નવિધિ રવિવારે યોજાયેલા મુખ્ય લગ્નોત્સવમાં સંપૂર્ણ વૈદિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. પૂજારી અરૂણ દવેના માર્ગદર્શન હેઠળ અને યજમાન પરિવારની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન થઈ હતી. મંત્રોચ્ચાર, પૂજન અને હવન સાથે આ પાવન પ્રસંગ પૂર્ણ થયો હતો. ભક્તો માટે વિશેષ સુવિધા આ પ્રસંગે મંદિર પરિસરને વિશેષ રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દૂર-દૂરથી આવતા ભક્તો માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉજવાતો આ પરંપરાગત લગ્નોત્સવ રાજ્યભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. આવા આયોજનો દ્વારા પ્રાચીન ધાર્મિક પરંપરાઓનું સંવર્ધન થાય છે અને નવી પેઢીમાં સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ મજબૂત બને છે.
    Click here to Read More
    Previous Article
    કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ, બેની લાશ મળીને બે લાપતા:ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ, ગાંધીનગરના વલાદ અને રાયપુર પાસેનો બનાવ
    Next Article
    Gujarat Assembly Bye Election LIVE | વિધાનસભાની પેટા ચૂંટણી, BJPના ઉમેદવાર જાહેર | Candidate |Umreth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment