Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી, ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી:ગોવિંદ પરમારના પુત્ર પર હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત

    14 hours ago

    ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીના હાઈ કમાન્ડે ઉમરેઠ (111) બેઠક પરથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ મતદાન અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે. ગોંવિદભાઈનો મોત બાદ પેટા ચૂંટણી, ને પુત્રને ભાજપની ટિકિટ ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ બેઠક ભાજપના તત્કાલીન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી થઈ હતી, જેને કારણે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સહાનુભૂતિ અને સ્થાનિક જોડાણને ધ્યાનમાં રાખીને ભાજપે ગોવિંદભાઈના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની સત્તાવાર જાહેરાત નવી દિલ્હીમાં આવેલા કેન્દ્રીય કાર્યાલયમાંથી કરવામાં આવી છે. ઉમરેઠમાં ગ્રામ પંચાયતથી તાલુકા સ્તર સુધીની જવાબદારીઓ આણંદ જિલ્લાના ઉમરેઠ વિસ્તારમાં હર્ષદ ગોવિંદભાઈ પરમાર છેલ્લા થોડા સમયથી સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળી રહ્યા છે. તેઓ હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત છે. તે ઉપરાંત, હર્ષદભાઈ આણંદ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ કામગીરી સંભાળી રહ્યા છે. સ્થાનિક સ્તરે વિવિધ મુદ્દાઓ અને કાર્યક્રમોમાં તેમની હાજરી નોંધાઈ રહી છે. હર્ષદભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર છે. તેમના પિતાના અવસાન બાદ ઉમરેઠ વિસ્તારમાં રાજકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે, જેના પગલે નવા ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. હાલની સ્થિતિમાં ઉમરેઠ વિસ્તારમાં આગામી રાજકીય પ્રવૃત્તિઓ અને શક્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને હર્ષદ પરમાર સહિતના સ્થાનિક નેતાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહી છે. વિરોધ પક્ષ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે રસપ્રદ રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપનો આ નિર્ણય સહાનુભૂતિ લહેર સાથે સંગઠન શક્તિનું સંયોજન ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે વિરોધ પક્ષો કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ ઉમરેઠ બેઠક પર ટક્કર કઠિન બનવાની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ફરી શ્રદ્ધા વાકલર જેવો હત્યાંકાંડ:લીવ-ઈનમાં રહેતા યુવકે વિશાખાપટ્ટનમની મોનિકાની લાશનાં ટુકડા કરી ફ્રિજમાં સંતાડ્યા, માથું ગાયબ કર્યું
    Next Article
    કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ, બેની લાશ મળીને બે લાપતા:ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ, ગાંધીનગરના વલાદ અને રાયપુર પાસેનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment