Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરી શ્રદ્ધા વાકલર જેવો હત્યાંકાંડ:લીવ-ઈનમાં રહેતા યુવકે વિશાખાપટ્ટનમની મોનિકાની લાશનાં ટુકડા કરી ફ્રિજમાં સંતાડ્યા, માથું ગાયબ કર્યું

    12 hours ago

    વિશાખાપટ્ટનમમાં બનેલી એક ભયાનક ઘટનાએ ફરી એકવાર શ્રદ્ધા વોકર હત્યા કેસની યાદ અપાવી છે. એક યુવકે સામાન્ય બોલાચાલી બાદ પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા અને ફ્રિજમાં મૂકી દીધા. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. મૂળ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના રાજમનો રહેવાસી રવિન્દ્ર હાલમાં વિશાખાપટ્ટનમના ગાજુવાકા (એલવી નગર)માં રહેતો હતો. મૃતક મહિલા સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા. પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી વિશાખાપટ્ટનમમાં બનેલી આ ઘટનામાં એક 35 વર્ષીય રવિન્દ્ર નામના એક યુવકના પરિણીત હોવા છતાં, 29 વર્ષીય મોનિકા નામની એક યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ હતા. મોનિકા વિશાખાપટ્ટનમની રહેવાસી છે, જ્યારે રવિન્દ્ર મૂળ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના રાજમનો છે અને હાલમાં વિશાખાપટ્ટનમના ગજુવાકા (એલવી નગર)માં રહેતા હતા. આ ઘટના કેવી રીતે બની? પોલીસના જણાવ્યા અનુસાર, રવિન્દ્રની પત્ની થોડા અઠવાડિયા પહેલા તેના માતાપિતાના ઘરે (વિજયનગરમ) ગઈ હતી. રવિન્દ્રએ રવિવારે બપોરે મોનિકાને તેના ઘરે બોલાવી હતી. તેઓ ઘણા કલાકો સુધી ઘરે સાથે રહ્યા હતા. સાંજે, તેમનો કોઈ વાત પર ઝઘડો કર્યો. ગુસ્સામાં રવિન્દ્રએ મોનિકાને છરીના ઘા મારીને હત્યા કરી દીધી. મૃતદેહના ટુકડા ઘરમાં ફ્રિજમાં ભરીને છુપાવી દીધા હત્યા કર્યા પછી, આરોપી રવિન્દ્રએ ઘરની અંદર મોનિકાના મૃતદેહના ટુકડા કરી દીધા અને કેટલાક ટુકડાને ઠેકાણે પાડવા માટે બેગમાં ભરીને તેને એક નિર્જન જગ્યાએ ફેંકી દીધા, જ્યારે બાકીના ટુકડા તેણે પોતાના ઘરમાં ફ્રિજમાં ભરીને છુપાવી દીધા. કેવી રીતે હત્યાનું રહસ્ય સામે આવ્યું આ હત્યાનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે રવિન્દ્ર પોતે પોલીસ સ્ટેશન ગયો અને ગુનો કબૂલી લીધો. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી, ત્યારે તેમને ઘરમાં રહેલા ફ્રિજમાંથી મૃતદેહના ટુકડા મળી આવ્યા. શોધખોળ દરમિયાન પીડિતાનું માથું મળી આવ્યું ન હતું. પોલીસને શંકા છે કે આરોપીએ માથું બીજે ક્યાંક ફેંકી દીધું હશે. પોલીસે ગુમ થયેલા મૃતદેહના ટુકડા (ખાસ કરીને માથું) શોધવા માટે એક ખાસ ટીમ બનાવી છે. આરોપીએ ગુનો કબૂલી લીધો છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિવાદ શું હતો અને હત્યા પૂર્વયોજિત હતી કે કેમ. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. 2022માં આફતાબે શ્રદ્ધા વોકરની હત્યા કરી ટુકડા કર્યા હતા હત્યા બાદ લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા આફતાબ પર 18 મે 2022ના રોજ તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. બાદમાં તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. પછી તેમને જંગલમાં ફેંકી દીધા. દિલ્હી પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બંગાળી એક્ટર રાહુલ બેનર્જીનું દરિયામાં ડૂબી જવાથી મોત:સમુદ્રમાં ડાન્સ કરતી વખતે અકસ્માત; પરવાનગી વિના શૂટિંગ કરતા હોવાનો પોલીસનો દાવો
    Next Article
    ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી, ભાજપે હર્ષદ પરમારને ટિકિટ આપી:ગોવિંદ પરમારના પુત્ર પર હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment