Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળી એક્ટર રાહુલ બેનર્જીનું દરિયામાં ડૂબી જવાથી મોત:સમુદ્રમાં ડાન્સ કરતી વખતે અકસ્માત; પરવાનગી વિના શૂટિંગ કરતા હોવાનો પોલીસનો દાવો

    10 hours ago

    બંગાળી એક્ટર રાહુલ અરુણોદય બેનર્જીનું ગઈકાલે અકસ્માતમાં મૃત્યુ થયું. તે ઓડિશાના તલસરી સમુદ્ર કિનારે ટીવી શો ‘ભોલે બાબા પાર કરેગા’નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે ડૂબી જતાં મોત નીપજ્યું. આ અકસ્માતમાં તેની કૉ-એક્ટ્રેસ શ્વેતા મિશ્રાનો જીવ બચી ગયો. તપાસમાં સામે આવ્યું કે, પ્રોડક્શન ટીમે ન તો પરવાનગી લીધી હતી અને ન તો પ્રશાસનને જાણ કરી હતી. દરિયામાં ડાન્સ કરતા સમયે ખાડામાં પડ્યા એક્ટરના મૃત્યુ પર બાલાસોર (ઓડિશા)ના એસપીએ જણાવ્યું કે, ‘ગઈકાલે તલસરી પોલીસને દીઘા પોલીસ પાસેથી માહિતી મળી કે, એક બંગાળી એક્ટરનું મૃત્યુ થયું છે અને તેનો મૃતદેહ દીઘા હોસ્પિટલમાં છે. તપાસમાં જાણવા મળ્યું કે, સાંજે લગભગ 5:30 વાગ્યે રાહુલ બેનર્જી અને શ્વેતા મિશ્રા શૂટિંગ દરમિયાન ઘૂંટણ સુધીના પાણીમાં ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે એક ખાડામાં પડી ગયા. ટીમ તેમને તરત જ હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ એક્ટરને બચાવી શકાયા નહીં.’ એસપીએ આગળ કહ્યું કે, ‘ટીમે શૂટિંગ માટે ન તો જાણ કરી હતી અને ન તો પરવાનગી લીધી હતી. આગળની કાર્યવાહી માટે તલસરી અને દીઘા પોલીસ સાથે મળીને કામ કરી રહી છે.’ કો-સ્ટારનો દાવો- પેકઅપ પછી થયો અકસ્માત પોલીસના જણાવ્યા અનુસાર, શૂટિંગ દરમિયાન એક્ટરનું મૃત્યુ થયું હતું, પરંતુ કો-સ્ટાર દિંગતા બાગચીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 'પેકઅપ પછી તે એકલા દરિયામાં ગયા હતા, જ્યાં તેમનો પગ ફસાઈ ગયો હતો. મોજામાં ફસાયા બાદ સેટ પર અફરાતફરી મચી ગઈ હતી. ટીમે તેમને બહાર કાઢીને દીઘા હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.' પત્નીએ પ્રાઈવસીની માંગ કરી એક્ટર રાહુલ બેનર્જીની પત્ની પ્રિયંકા સરકારે આ મુશ્કેલ સમયમાં પ્રાઇવસીની માંગ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ અમારા માટે ખૂબ દુઃખનો સમય છે. આ મુશ્કેલ ઘડીમાં અમને થોડો સમય અને પ્રાઇવસી આપવા તમને અપીલ કરીએ છીએ. અમારા પરિવારમાં એક બાળક, એક માતા અને બાકીના બધા લોકો મળીને આ દુઃખ સહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે અમારી ભાવનાઓ અને સીમાઓનું સન્માન કરે, વધુ દખલ ન આપે અને અમને શાંતિથી શોક મનાવવા દે. આ સમયે તમારો સાથ અને સમજણ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શ્રદ્ધાંજલિ આપી એક્ટર રાહુલ બેનર્જીના અવસાનના સમાચાર બાદ રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર લખ્યું, યુવાન અને લોકપ્રિય એક્ટર રાહુલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ સમાચાર સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે અને હું આશ્ચર્યચકિત છું. મને સમજાતું નથી કે આવું કેવી રીતે થયું. તે મારા મનપસંદ કલાકારોમાંથી એક હતા અને ખૂબ સારા માણસ હતા. હું તેમના પરિવાર, નજીકના સંબંધીઓ અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાહુલનું અચાનક જવું બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મોટું નુકસાન છે. રાહુલ બેનર્જીનું વર્કફ્રન્ટ રાહુલ અરુણોદય બેનર્જીને 2008ની ફિલ્મ ‘ચિરોદિની તુમી જે અમાર’થી ઓળખ મળી. ત્યારબાદ તેણે ‘તુમી અસબે બોલે’ (2014), ‘ઝુલ્ફીકાર’ (2016), ‘બ્યોમકેશ ગોત્રો’ (2018), ‘બિદાય બ્યોમકેશ’ (2018) અને ‘ધ એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ’ (2025)માં કામ કર્યું. તેણે ટીવી સિરિયલ્સ ‘હોરોગૌરી પિસે હોટેલ’ અને ‘મોહોના’માં પણ કામ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Bihar Board Results 10th Toppers: टायर वाले की बेटी Sabreen Parveen कैसे बनी बिहार टॉपर? Board
    Next Article
    ફરી શ્રદ્ધા વાકલર જેવો હત્યાંકાંડ:લીવ-ઈનમાં રહેતા યુવકે વિશાખાપટ્ટનમની મોનિકાની લાશનાં ટુકડા કરી ફ્રિજમાં સંતાડ્યા, માથું ગાયબ કર્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment