Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પરિણીતાને રવિવારે ઓફિસે બોલાવી છેડતી:ડેટા કંપનીના મેનેજરે ખભા પર હાથ મૂકી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો, પતિના કોલના બહાને ભાગી છુટી

    2 days ago

    અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આવેલી એક ડેટા કંપનીમાં નોકરી કરતી પરિણીતાને કંપનીના મેનેજર દ્વારા રવિવારના દિવસે કંપનીની મીટિંગના બહાને ઓફિસે બોલાવીને છેડતી કરી હોવાની ઘટના બની છે. કંપનીના મેનેજરે પરિણીતાને બોલાવી ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ખભા પર હાથ મૂકીને ચુંબન કરવાની કોશિશ કરવા લાગ્યો હતી. જોકે પરિણીતા ગભરાઈ ગઈ હતી અને તેણે મારા પતિનો ફોન આવ્યો છે, અહીંયા અવાજ નથી આવતો એમ કહી બહાર વાત કરવા બહાને ત્યાંથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ તેના પતિને બોલાવીને ઓફિસે ગઈ હતી. જોકે ત્યાં કોઈ મળી ન આવતા પોલીસને જાણ કરી હતી. વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. મેનેજરે પરિણીતાને ફરજિયાત આવવા ફરજ પાડી મળતી માહિતી મુજબ, 24 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને જશોદાનગર ખાતે આવેલી એક કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. તેની કંપનીના મેનેજર તરીકે શિવેન્દ્રપ્રતાપસિંહ ચૌહાણ છે. રવિવારે બપોરે કંપનીના મેનેજરે પરિણીતાને ફોન કરીને કહ્યું હતું કે, આજે કંપનીની મીટિંગ છે, જેથી તમારે જશોદાનગર ખાતે આવેલી ઓફિસે આવવું પડશે. જેથી પરિણીતાએ કહ્યું હતું કે, મારા ઘરના રિનોવેશનનું કામ ચાલુ છે, જેથી હું આવી શકું તેમ નથી. મેનેજરે કહ્યું કે, તમારે મોડા-મોડા ચાર પાંચ વાગ્યા સુધી આવું તો પડશે, જેથી પરિણીતા તેના પતિને જાણ કરી ઓફિસે જવા માટે નીકળી હતી. પરિણીતા અંદર જતા જ મેનેજરે દરવાજો બંધ કરી દીધો બપોરે 3:00 વાગ્યાની આસપાસ જ્યારે પરિણીતા જશોદાનગર ખાતે આવેલી ઓફિસમાં પહોંચી ત્યારે ઓફિસમાં મેનેજર સુરેન્દ્રનગર પ્રતાપસિંહ હાજર હતો. ઓફિસમાં જતાની સાથે જ તેણે ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો, જેથી પરણીતાએ પૂછ્યું હતું કે, બીજા બધા ઓફિસના સ્ટાફના માણસો ક્યાં છે અને તમે દરવાજો કેમ બંધ કરી દીધો છે? કંપનીના મેનેજરે પરfણીતા ત્યાં બેઠી હતી, ત્યાં જઈને તેના ખભા ઉપર હાથ મૂકીને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો અને ટચ કરી છેડતી કરવા લાગ્યા હતા. પતિનો ફોન હોવાનું કહી પરિણીતા ભાગી ગઈ પરિણીતા ગભરાઈ ગઈ હતી અને બહાર નીકળવા માટે દરવાજો ખુલ્લો છે તેમ કહીને મેનેજર દરવાજા તરફ જતા પરિણીતાએ તેના પતિને ફોન કરી દીધો હતો. ફોન ચાલુ જોઈને મેનેજર પૂછવા લાગ્યો હતો કે, કોનો ફોન છે? જેથી પરિણીતાએ કહ્યું કે, મારા પતિનો ફોન છે, અહીંયા અવાજ નથી આવતો એમ કહી ઓફિસની બહાર નીકળી અને ત્યાંથી ભાગી ગઈ હતી. રસ્તામાં તેમના પતિને બોલાવીને ઓફિસે પહોંચ્યા હતા. જોકે ઓફિસમાં કોઈ હાજર નહોતું. બાદમાં 112 નંબર પર જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. આમ આ મામલે પરિણીતાએ મેનેજર શિવેન્દ્રપ્રતાપસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્મામાં 10 વર્ષની સગીરા ગર્ભવતી બની:ધર્મના ભાઈએ બળાત્કાર ગુજાર્યો, 4 માસનો ગર્ભ હોવાનું ખુલતા ફરિયાદ
    Next Article
    આજે 8 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:2 એપ્રિલ સુધી કમોસમી માવઠું થઈ શકે, વાદળછાયા વાતાવરણથી ગરમીમાં થોડી રાહત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment