Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુશ્તાક ખાનની તબિયત 10 દિવસ પહેલાં અચાનક બગડી હતી:4 સપ્ટેમ્બર સુધી સલમાનના બોડીગાર્ડ શેરાના દીકરાની ફિલ્મનું શૂટિંગ કર્યું

    8 hours ago

    'વેલકમ', 'આશિકી', 'હેરા ફેરી' જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર લોકપ્રિય એક્ટર મુશ્તાક ખાનનું ગુરુવારે અવસાન થયું. તેઓ 75 વર્ષના હતા અને છેલ્લા એક વર્ષથી ફેફસાના કેન્સરની સારવાર ચાલી રહી હતી. હવે તેમના દીકરા અને ફિલ્મમેકર મોહસિન ખાને જણાવ્યું છે કે, મુશ્તાક ખાન 4 સપ્ટેમ્બર સુધી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. એક વર્ષથી બીમાર હતા મુશ્તાક ખાન હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં મોહસિને કહ્યું, 'મારા પિતા એક વર્ષથી વધુ સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. સારવારની તેમના પર સારી અસર થઈ રહી હતી, પરંતુ છેલ્લા 10 દિવસમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.' તેમણે આગળ કહ્યું, 'તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા, પરંતુ આખરે અલ્લાહની આ જ મરજી હતી. તેમણે ખૂબ સારું જીવન જીવ્યું અને હૉસ્પિટલમાં દાખલ હોવા છતાં તેઓ સ્મિત સાથે આ દુનિયામાંથી વિદાય થયા.' સલમાન ખાનના બોડીગાર્ડના દીકરાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા મોહસિનના જણાવ્યા અનુસાર, મુશ્તાક ખાને છેલ્લે 4 સપ્ટેમ્બરે મુંબઈના મડ આઇલેન્ડમાં શૂટિંગ કર્યું હતું. તેમણે કહ્યું, 'તેમણે શેરા (સલમાન ખાનના બોડીગાર્ડ)ના દીકરા ટાઇગર (અબીર સિંહ)ની ડેબ્યૂ ફિલ્મ 'ટારઝન' માટે રજત બેદી સાહેબ, ચંકી પાંડે સાહેબ અને રાજપાલ યાદવ સાહેબ સાથે શૂટિંગ કર્યું હતું.' મુશ્તાક ખાન ઘણી ફિલ્મોમાં જોવા મળશે એક્ટરની કેટલીક અન્ય ફિલ્મો પણ રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. મુશ્તાક ખાને તેલુગુ ફિલ્મ ‘દાદા’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મનું ડિરેક્શન ગોપીચંદ માલિનેનીએ કર્યું છે. તેના ડિસેમ્બરમાં રિલીઝ થવાની સંભાવના છે. તેમણે મોહસિન ખાનની એક હિન્દી-મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. તેમાં એક્ટર પ્રથમેશ પરબ પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. તેને આગામી કેટલાક મહિનાઓમાં રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે. મોહસિને જણાવ્યું કે, તેમના પિતાએ આ ફિલ્મમાં પહેલી વાર તેમના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મુશ્તાકે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું, પરંતુ ડબિંગ પૂરું કરી શક્યા નહોતા. 250થી વધુ ફિલ્મોમાં કર્યું કામ મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બૈહર કસ્બામાં જન્મેલા મુશ્તાક ખાને એક્ટિંગની શરૂઆત થિયેટરથી કરી હતી. વર્ષ 1980માં ફિલ્મ ‘અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ'થી તેમણે હિન્દી સિનેમામાં પગ મૂક્યો. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. 1990ના દાયકામાં તેઓ 'આશિકી', 'સડક', 'સાથી', 'હમ હૈં રાહી પ્યાર કે', 'ક્રાંતિ વીર', 'રાજા', 'મેજર સાબ' અને 'મન' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. 'આશિકી'માં દરજી રફૂ માસ્ટર અને 'હમ હૈં રાહી પ્યાર કે'માં ભગવતી પ્રસાદ મિશ્રાનું તેમનું પાત્ર ખૂબ ચર્ચિત થયું. ત્યારબાદ 'હેરા ફેરી', 'મુઝસે શાદી કરોગી', 'ગદર: એક પ્રેમ કથા', 'જોડી નં. 1' અને 'રાઉડી રાઠોડ' જેવી ફિલ્મોમાં તેમણે કોમિક અને સહાયક ભૂમિકાઓ ભજવી. 2007ની ફિલ્મ 'વેલકમ'માં મજનૂ ભાઈના સાથી બલ્લૂના પાત્રથી તેમને ખાસ ઓળખ મળી. જેમાં તેમનો ડાયલોગ 'મારો એક પગ નકલી છે, હું હોકીનો બહુ મોટો ખેલાડી હતો. એક દિવસ ઉદય ભાઈ...' ઘણો પ્રખ્યાત થયો. ત્યારબાદ 'વેલકમ બેક', 'સ્ત્રી' અને 'સ્ત્રી 2' જેવી ફિલ્મોમાં પણ તેઓ જોવા મળ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    તમે વધુ પ્રીમિયમ ભર્યું, ફાયદો એજન્ટને મળ્યો:વીમા નિયામક નિયમોમાં ફેરફાર કરશે, કમિશનની મર્યાદા નક્કી થશે; દેશની GDP વધી, પરંતુ પૉલિસી ગ્રોથ શૂન્ય
    Next Article
    માંડવીમાં પ્લોટ પચાવી પાડવા દીવાલ તોડી પાડતા ફરિયાદ:સુરતમાં બેઠા-બેઠા મોબાઈલમાં CCTVમાં જોયું તો દીવાલ પર JCB ફરી રહ્યું હતું, બે શખસ સામે પોલીસ ફરિયાદ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment