Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મોદીનું વિઝન : કચ્છના રણનો વિકાસ જોઈ પાકિસ્તાનીઓ પણ દંગ!

    11 hours ago

    કચ્છમાં આવેલું અફાટ સફેદ રણ જેને ક્યારેક વેરાન માનવામાં આવતું હતું, તેને પ્રવાસનનું ગ્લોબલ હબ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને કારણે આજે પાકિસ્તાની નાગરિકો પણ અચંબામાં પડી ગયા છે. સફેદ રણ 10 હજાર સ્કવેર કિલોમીટરમાં આવેલું છે જેમાં સફેદ રણનો 90% હિસ્સો ગુજરાતમાં છે, જ્યારે 10% હિસ્સો પાકિસ્તાનમાં આવેલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો અને બ્લોગર્સના વિડિઓ મુજબ, પાકિસ્તાનના પ્રવાસીઓએ જ્યારે ઇન્ટરનેટ પર ભારતીય કચ્છના રણ ઉત્સવના વીડિયો જોયા, ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પાકિસ્તાનીઓ સ્વીકારી રહ્યા છે કે, જે મીઠાના રણને તેઓ વર્ષોથી વેરાન સમજી રહ્યા હતા, તેને ભારતે આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવી નાખ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ભૂકંપ પછી આ જિલ્લાને બેઠો કરવા કચ્છની ભૌગોલિક સ્થિતિને પડકારને બદલે તકમાં ફેરવી હતી. મોદીના વિઝનને કારણે વર્ષ 2005થી કચ્છમાં 3 દિવસનો રણઉત્સવ શરૂ થયો જે આજે બે દાયકે 4 મહિના સુધી ચાલતો વિશ્વનો સૌથી મોટો મહોત્સવ થયો છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આપેલી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ટેગલાઈને આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આજે સ્થિતિ એવી છે કે, રણ ઉત્સવની બુકિંગ ખુલતાની સાથે જ ફૂલ થઈ જાય છે. લાખો પ્રવાસીઓ દર વર્ષે કચ્છની મુલાકાત લે છે, જેના કારણે સ્થાનિક લોકોને રોજગારીની મોટી તકો મળી રહી છે તેમાં પણ રોડ ટુ હેવન વધારાનું આકર્ષણ છે. પાકિસ્તાન તરફના પ્રવાસીઓ અને અધિકારીઓ અફસોસ કરી રહ્યા છે કે, તેમની પાસે પણ આ રણનો હિસ્સો છે, પરંતુ કોઈએ તેના વિકાસ વિશે વિચાર્યું જ નહીં. આ ઘટના સાબિત કરે છે કે જો નેતૃત્વમાં વિઝન હોય, તો રણ પણ સોનું બની શકે છે. ત્યાં માત્ર વેરાન રણ, નકલ કરી પણ ક્યારેક જ એકલ દોકલ પ્રવાસીઓ માંડ આવે છે પાકિસ્તાનમાં જે રણ આવે છે ત્યાં કોઈ વિકાસ થયો નથી પાયાની સુવિધા નથી. રણમાં ગાડીઓ ફસાઈ જાય છે કચ્છની નકલ કરીને ક્યારેક ખાનગી ધોરણે તંબુ ઉભા થાય અને કેટલાંક લોકો ફરવા આવે તેના ફોટા વિડિઓ સોશીયલ મીડિયામાં પોસ્ટ થાય છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના પ્રવાસીઓ ભારતીય કચ્છમાં થયેલા અભૂતપૂર્વ વિકાસને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પાકિસ્તાની ઓફ-રાઈડર્સ અને વ્લોગર્સ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે, પાકિસ્તાન તરફનું રણ ઓફ કચ્છ હજુ પણ પાયાની સુવિધા માટે ઝંખી રહ્યું છે. ભારતે કચ્છના રણને એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે, જ્યારે પાકિસ્તાન તરફના વિસ્તારમાં રસ્તા કે પ્રવાસન માટે કોઈ વ્યવસ્થા નથી. ભારતે રણની વચ્ચે રોડ ટુ હેવન બનાવ્યો જ્યારે અહીં ગાડીઓ ફસાઈ જાય છે. ટ્વિટર પરની પોસ્ટ્સમાં પણ લોકો જણાવી રહ્યા છે કે, પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યામાં વ્યસ્ત છે, જ્યારે ભારતે કુદરતી પરિસ્થિતિ ધરાવતા કચ્છને આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બનાવી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:આખરે ભુજને ટ્રાફિક મુક્ત કરવા 21 કિ.મી. લાંબા બાયપાસ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ
    Next Article
    ડો.પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ યોજાયો:સમાજના ઉત્થાન માટે શિક્ષણ પાયાની જરૂર : મંત્રી ડો.વાજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment