Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો.પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ યોજાયો:સમાજના ઉત્થાન માટે શિક્ષણ પાયાની જરૂર : મંત્રી ડો.વાજા

    9 hours ago

    ભાવનગર શહેરના શિવશક્તિ હોલ ખાતે સમાજના શૈક્ષણિક સશક્તિકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ.6 લાખ કરવાનો ઐતિહાસિક નિર્ણય અંતર્ગત સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ-દલિત અધિકાર સંઘ, ભાવનગર દ્વારા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડો.પ્રદ્યુમન વાજાનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં મંત્રીએ જણાવ્યું હતુ કે સરકાર છેવાડાના માનવી સુધી સામાજિક ન્યાય અને કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. તેમણે દલિત અધિકાર સંઘ અને શૈક્ષણિક સંસ્થાઓની સામાજિક જાગૃતિ લાવવાની કામગીરીને બિરદાવી હતી અને સમાજના ઉત્થાન માટે શિક્ષણને પાયાની જરૂરિયાત ગણાવી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા માત્ર શિષ્યવૃતિ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આદર્શ નિવાસી શાળાઓ અને સમરસ હોસ્ટેલ જેવી પાયાની સુવિધાઓમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવનાર છે. વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને રાખી ગુજરાત સરકાર શાળાકીય શિક્ષણની સાથે ઇનોવેટિવ શિક્ષણ પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ તકે જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો પ્રાર્થના, ગીતાના પાઠ કરાયા હતા તેમજ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પામેલા સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:મોદીનું વિઝન : કચ્છના રણનો વિકાસ જોઈ પાકિસ્તાનીઓ પણ દંગ!
    Next Article
    RS polls cross-voting: ‘Voting my right, did for region’s welfare’: Israil shares stage with BJP’s Narbir Singh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment