Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ ટીવીમાં ધૂમ મચાવશે ભાવેણાના ભૂલકાંઓ:ટીવીમાં ઝળકશે ભાવનગરના બે પ્રતિભાશાળી બાળ કલાકારો

    12 hours ago

    ન્યુઝ 18 ગુજરાતી દ્વારા વાયરલનો વાયરો કાર્યક્રમ પ્રસારિત થાય છે. જેમાં બાળ પ્રતિભાવોના વાયરલ વીડિયોને સમાવવામાં આવે છે. ભાવનગરનો 9 વર્ષનો ધોરણ 2 માં અભ્યાસ કરતો માનસ દવે કે જે સંસ્કૃતમાં ગીતાજી અને અન્ય સ્તોત્રોમાં સિદ્ધહસ્ત છે તથા તબલાનું પ્રશિક્ષણ લઈ રહ્યો છે તેની તબલા પ્રસ્તુતિ સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો અને હાલ વડોદરામાં રહેતો 7 વર્ષનો બાલમંદિરમાં અભ્યાસ કરતો નિમિશ ભટ્ટ કે જે ધાર્મિક સ્તોત્રનો સારું એવું મુખપાઠ કરે છે આ બંને બાળકો મહિષાસુર મર્દિની સ્તોત્રનું સંગીતમય ગાન કરી ખાસ્સી એવી લોક ચાહના મેળવી છે. દવે માનસની યુ ટ્યુબ ચેનલ માનસ દવે ઓફિશિયલ દ્વારા ચેનલમાં ધૂમ મચાવી રહ્યો છે. આ બાળકો ધાર્મિક સ્તુતિઓ, સ્તોત્રો, ભજનો અને ગીતાજીનો ખાસ્સો એવો પ્રચાર કરવામાં હાલ પ્રવૃત્ત છે. આ બાળકો અન્ય બાળકો માટે પણ પ્રેરણા રૂપ બની રહ્યા છે. આગામી તારીખ 31 માર્ચ ને મંગળવારના રોજ ન્યુઝ 18 ગુજરાતી પર પ્રસારિત થનાર વાયરલ નો વાયરો કાર્યક્રમ અંતર્ગત રાત્રે 8 24 કલાકે ભાવનગરનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજાગર કરનાર આ બંને બાળકોને જોવાનું ભૂલશો નહીં.
    Click here to Read More
    Previous Article
    આજે બાયપોલર દિવસ:ભારતમાં 150 લોકોએ 1 વ્યક્તિ આ રોગનો દર્દી : 70% સારવારથી વંચિત
    Next Article
    વેધર રિપોર્ટ:બપોર બાદ આછા વાદળો સાથે 26 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment