Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે બાયપોલર દિવસ:ભારતમાં 150 લોકોએ 1 વ્યક્તિ આ રોગનો દર્દી : 70% સારવારથી વંચિત

    10 hours ago

    આવતી કાલ તા.30 માર્ચનો દિવસ વિશ્વ બાયપોલર દિવસ તરીકે ઉજવાશે. વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના જન્મદિવસ પર દર વર્ષે આ દિવસ ઉજવાય છે. તેઓ આ બીમારીથી પીડાતા હતા. બાયપોલર ડિસઓર્ડર એ એક માનસિક બીમારી છે. આ રોગથી પીડિત વ્યક્તિના મૂડમાં ઝડપથી ફેરફાર થાય છે. નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે મુજબ, ભારતમાં દર 150 વ્યક્તિએ 1 વ્યક્તિ (આશરે 0.3 %) આ રોગથી પ્રભાવિત છે. એટલે કે 2026મા઼ દેશમાં 93 લાખ દર્દીઓ આ રોગગ્રસ્ત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ઇ.સ.2021માં અંદાજે 3.7 કરોડ લોકો આ રોગના દર્દી હતા. આ રોગમાં દર્દીને બે પ્રકારની માનસિક સ્થિતિ હોય છે. એક પ્રકારની માનસીક સ્થિતિને મેનિક એપિસોડ કહેવાય છે જેમાં વ્યક્તિ ખૂબ ઉત્સાહિત રહે છે, કાર્યક્ષમતામાં વધારો, શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વધારો,ઝડપી અને જોખમી નિર્ણય લેવા,વધુ પડતું બોલવું,ઊંઘની ઉણપ,એકાગ્રતામાં મુશ્કેલી, કારણ વગર ગુસ્સે અને ચીડિયા થવું,પોતાની જાતને વધુ મહત્વ આપતી લાગણીઓ, ખૂબ પૈસા વાપરવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે બીજા પ્રકારમાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે જેમાં હતાશા,ઉદાસી,કાંઈ ગમવું નહિ, આત્મહત્યાના વિચારો વગેરે લક્ષણો જોવા મળે છે. જો કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો જણાય, તો માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા કિસ્સાઓમાં આ રોગનું નિદાન મોડું થાય છે અથવા તો લોકો સારવાર લેતા નથી. ભારતમાં અંદાજિત 70 % દર્દીઓ હજુ પણ સારવારથી વંચિત છે. આ રોગથી કેવી રીતે બચવું જો કોઈ વ્યક્તિમાં આ રોગના લક્ષણો હોય તો તેને જાગૃત કરો. તેને બીમારી વિશે કહો. બીમાર વ્યક્તિને સુરક્ષિત વાતાવરણમાં રાખો. સારવાર માટે ડોક્ટર પાસે તરત જાઓ.આ બીમારીમાં વ્યક્તિને પરિવારના લોકોની હૂંફની જરૂર હોય છે તો એ બાબતે પણ ધ્યાન દોરવું જોઈએ. યોગ્ય સમયે નિદાન અને સારવાર દ્વારા આ સ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી શકાય છે. > ડો.શૈલેષ જાની, સાઇકિયાટ્રિસ્ટ બાયપોલર ડિસઓર્ડરના કારણો આ રોગના કારણોમાં પારિવારિક(જેનેટિક ) ઇતિહાસ, પર્યાવરણીય પરિબળો, ખરાબ સંબંધો, છૂટાછેડા, વ્પસ રિવારમાં કોઈનું મૃત્યુ, ગંભીર બીમારી અને પૈસાની સમસ્યા આ રોગના મુખ્ય કારણો છે.
    Click here to Read More
    Previous Article
    લોકાપર્ણ:240 લાખનાં ખર્ચે નિર્માણાધીન ઈન્દિરાનગરની શાળાનું લોકાપર્ણ
    Next Article
    નેશનલ ટીવીમાં ધૂમ મચાવશે ભાવેણાના ભૂલકાંઓ:ટીવીમાં ઝળકશે ભાવનગરના બે પ્રતિભાશાળી બાળ કલાકારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment