Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકાપર્ણ:240 લાખનાં ખર્ચે નિર્માણાધીન ઈન્દિરાનગરની શાળાનું લોકાપર્ણ

    8 hours ago

    શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં રૂ.240 લાખનાં ખર્ચે નિર્માણ પામેલી વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કર્યું હતું. આ નવીન શાળા આધુનિક સુવિધાઓથી સજ્જ બની વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સુખદ શૈક્ષણિક વાતાવરણ પૂરૂં પાડશે. ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે અને આજના વિદ્યાર્થીઓ વિકસિત ભારતના મજબૂત આધારસ્તંભ બનવાના છે. શાળા માત્ર ચાર દિવાલોનું માળખું નથી, પરંતુ એક પવિત્ર વિદ્યામંદિર છે, જ્યાં જ્ઞાન સાથે સંસ્કાર અને જીવનમૂલ્યોનું સિંચન થાય છે. પ્રાથમિક શિક્ષણને જીવનનો મહત્વપૂર્ણ તબક્કો ગણાવતા તેમણે જણાવ્યું કે, શિક્ષણનો હેતુ માત્ર ગુણ મેળવવાનો નથી, પરંતુ જીવન જીવવાની કળા વિકસાવવાનો છે. શાળામાંથી જ સત્ય, અહિંસા, સદાચાર, વડીલો પ્રત્યે આદર અને દેશપ્રેમ જેવા મૂલ્યોનું સિંચન થાય છે. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે અને શિક્ષણક્ષેત્રે વ્યાપક સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે. નવનિર્મિત શાળામાં 18 વર્ગખંડો, અદ્યતન લાઈબ્રેરી, સાયન્સ લેબ, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ રૂમ, ડિજિટલ બોર્ડ, રમતગમત માટેનું સંકુલ તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શાળાના લોકાર્પણ પ્રસંગે મ્યુ. કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, પૂર્વ મેયર કિર્તીબેન દાણીધારીયા, આચાર્ય ભરતભાઈ પરમાર, SMC સમિતિના સભ્યો, વિદ્યાર્થીગણ તથા ઈન્દીરાનગરના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    West Bengal’s migrant footprint: Why they leave their homes
    Next Article
    આજે બાયપોલર દિવસ:ભારતમાં 150 લોકોએ 1 વ્યક્તિ આ રોગનો દર્દી : 70% સારવારથી વંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment