Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:આયુષીએ પંપ બનાવ્યો, દવા સીધી નિંદામણના છોડ પર પડશે‎

    11 hours ago

    બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત હેતીબેન ર. ક. કાથરોટીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી પાલનપુરની ખેડૂતપુત્રી આયુષી મોઘજીભાઇ ચૌધરીએ ખેડૂતોને ખેતરમાં નિંદામણ કાઢવા માટે ઉપયોગી થાય તેવો પંપ બનાવ્યો છે. આ પંપ કેવી રીતે બન્યો અને ખેડૂતોને કઇ રીતે ઉપયોગી બનશે તે અંગે શાળાના આચાર્ય ભરતભાઇ જી. દેસાઇ અને માર્ગદર્શક શિક્ષક યોગેશભાઇ એસ. દવેએ જણાવ્યું હતુ કે, આયુષીએ સ્પ્રે પંપની નોઝલ પર એક ઊંધી ગળણી ફીટ કરીને એક સાદું પણ અત્યંત અસરકારક મોડેલ તૈયાર કર્યું છે. જ્યારે પંપથી દવા છાંટવામાં આવે ત્યારે પવન ગમે તેટલો હોય, ગળણીના કારણે દવા આજુબાજુ ફેલાવાને બદલે સીધી નીંદણના છોડ પર જ પડશે. ખેતીના પાકને કોઇ નુકશાન નહી થાય વળી જે કામ ખેડૂતોએ હાથેથી આખો દિવસ કરવું પડતું હતું, તે આ યંત્રની મદદથી માત્ર 1 કલાકમાં પૂર્ણ થઈ શકશે. આ મોડિફિકેશનનો ખર્ચ માત્ર 25 રૂપિયા જેવો નજીવો છે. જે નાનામાં નાના ખેડૂતને પણ પરવડી શકે તેમ છે. આયુષીની પસંદગી સાકુરા સાયન્સ હાઇસ્કુલ પ્રોગ્રામ હેઠળ જાપાનની શૈક્ષણિક મુલાકાત માટે કરવામાં આવી છે. ભારતભરના 56 વિધાર્થીઓમાં આયુષીનો સમાવેશ‎ આયુષીએ વર્ષ 2023-24 દરમિયાન યોજાયેલી ઇન્સપાયર માનાંક એવોર્ડ સ્પર્ધામાં પોતાના નવતર પ્રયોગ દ્વારા જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. જે પછી રાષ્ટ્રીય કક્ષાએ પણ સિધ્ધિ મેળવી હતી. જેના આધારે ભારતભરમાંથી પસંદ કરાયેલા કુલ 56 વિધાર્થીઓમાં આયુષીનો સમાવેશ કરાયો છે. તેણી આગામી 26 જુન 2026થી 04 જુલાઇ 2026 દરમિયાન જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી (એસ. એસ. ટી.)ના નિમંત્રણ પર જાપાનની મુલાકાત લેશે. જ્યાં આંતર રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન અને ટેકનોલોજીની ગતિવિધીઓથી અવગત થશે.
    Click here to Read More
    Previous Article
    મંડે મેગા સ્ટોરી:રિંગરોડ પર 40 કટ બંધ, ટ્રાફિક ફરિયાદો શૂન્ય, 76 કિમીની મુસાફરીમાં કલાકનો સમય બચશે
    Next Article
    મંડે પોઝિટીવ:મોંઘા ગેસ સામે હવે દેશી જુગાડ, ગોધરામાં‎ઈલેક્ટ્રિક બ્લોઅરવાળા ચૂલાની બોલબાલા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment