Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે મેગા સ્ટોરી:રિંગરોડ પર 40 કટ બંધ, ટ્રાફિક ફરિયાદો શૂન્ય, 76 કિમીની મુસાફરીમાં કલાકનો સમય બચશે

    2 days ago

    76 કિલોમીટરમાં ફેલાયેલા રિંગરોડ પર નાનામોટા 40 કટ બંધ કરીને તેને ટ્રાફિક ફ્રી કરી દેવાયો છે. એક આખો રિંગરોડ પસાર કરવામાં કારમાં અઢી કલાક અને ટુવ્હીલર પર 2.30 કલાક લાગતા હતા, તે સમય ઘટીને હવે 50થી 60 મિનિટનો થઈ ગયો છે. રિંગરોડ પરનાં જે સર્કલ પર જ્યાં 15થી 20 મિનિટ ટ્રાફિક જામમાં ફસાવવું પડતું હતું ત્યાં હવે 2 મિનિટમાં નીકળી જવાય છે. કટ બંધ કરવાને કારણે ટ્રાફિક જામના મેસેજ પણ બંધ થઈ ગયા છે. પહેલાં રિંગરોડ પર ટ્રાફિકના રોજ સરેરાશ 20 મેસેજ મળતા હતા. રિંગરોડ બાદ હવે એસજી હાઈવે પર પણ કટ બંધ કરવા માટે સરવે ચાલી રહ્યો છે. હાલ ગોતા, સોલા પાસે બે કટ બંધ કરાયા છે અને પેલેડિયમ મોલનો કટનો અભ્યાસ કરી તેને બંધ કરવા તૈયારી ચાલી રહી છે. ત્યાર બાદ ઇસ્કોન, વાયએમસીએ, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ, થલતેજ ચાર રસ્તા પર પણ કટ બંધ કરવા માટે સરવે કરવામાં આવશે. 22 ચાર રસ્તા હવે સિગ્નલ ફ્રી થઈ ગયા બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઓગણજ, સિંધુ ભવન, ઝુંડાલ, નાના ચિલોડા, ભાડજ, ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, દાસ્તાન, જશોદાનગર, શાંતિપુરા, અસલાલી, નારોલ, હાથીજણ, વટવા, બાકરોલ, તપોવન, ભાટ, રણાસણ પર પીકઅવર્સમાં જામ રહેતો હતો. આ ચાર રસ્તાની નજીકના કટ બંધ કરી સિગ્નલ ફ્રી કરાયા છે. આઠ બ્લેક સ્પોટ પર અકસ્માતો ઘટી ગય એસપી રિંગરોડ પર ઓઢવ, દાસ્તાન, અસલાલી, શાંતિપૂરા, બોપલ, શીલજ, હાથીજણ, નાના ચિલોડા ચાર રસ્તા પર સૌથી વધારે અકસ્માત થયા હતા. આ આઠ ડાર્ક સ્પોટ હતા, પરંતુ કટ બંધ કરવાથી, ફ્રી લેફટ ટર્ન, સિગ્નલ ફ્રી કરવાથી તથા ટ્રાફિક પોલીસની હાજરીના કારણે અહીં અકસ્માતો ઘટી ગયા છે. દોઢ લાખથી વધુ વાહનો પસાર થતાં હોવાથી સ્થિતિ ગંભીર હતી રિંગરોડ પરથી રોજના 1.30 લાખથી 1.50 લાખ વાહનો પસાર થાય છે. આટલી મોટી સંખ્યામાં રિંગ રોડ પરથી વાહન પસાર થતા હોવાથી ટ્રાફિક જામ થતો હતો, જે ગંભીર સમસ્યા બની ગઈ હતી. હાલ કટ બંધ કરવાને કારણે ટ્રાફિક હળવો થયો છે. ટ્રાફિક જામના મેસેજ પણ ઝીરો થઈ ગયા છે. હાલ રિંગરોડ પરના દરેક નાના-મોટા ચાર રસ્તા પર ટ્રાફિકના 250 કર્મચારીને ડ્યૂટી ફાળવવામાં આવી છે. - નરેશ કણઝરિયા, ટ્રાફિક ડીસીપી મોટા સર્કલ પર જ્યાં 15-20 મિનિટ જામમાં ફસાવવું પડતું હતું, ત્યાં હવે 2 મિનિટ રિંગરોડ પર મોટાં 30 સર્કલ આવેલાં છે. તેમાંથી મોટા ભાગનાં સર્કલ પર પીકઅવર્સમાં તેમ જ રાતના સમયે ટ્રાફિક જામ રહેતો હતો, જેના કારણે વાહનચાલકોને એક મોટું સર્કલ પાર કરતા લગભગ 15થી 20 મિનિટનો સમય લાગતો હતો. કટ બંધ કરવાને કારણે હવે માત્ર 2 મિનિટમાં સર્કલ પરથી પસાર થઈ જવાય છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:બહેનની અંતિમ ઇચ્છાને જીવનનો સંકલ્પ બનાવ્યો, અમેરિકામાં સ્થાયી થયેલા ભાઈએ 3 વર્ષમાં સિવિલમાં સવા 2 કરોડનું દાન કર્યું
    Next Article
    મંડે પોઝિટીવ:આયુષીએ પંપ બનાવ્યો, દવા સીધી નિંદામણના છોડ પર પડશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment