Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:મોંઘા ગેસ સામે હવે દેશી જુગાડ, ગોધરામાં‎ઈલેક્ટ્રિક બ્લોઅરવાળા ચૂલાની બોલબાલા‎

    10 hours ago

    સમગ્ર રાજ્ય સહિત ગોધરા શહેરમાં હાલમાં રાંધણ ગેસની અછત અને આસમાને પહોંચેલા ભાવને કારણે મધ્યમ વર્ગ તેમજ નાના વેપારીઓની હાલત કફોડી બની હોવાનું જોવા મળે છે. ગેસના સિલિન્ડર મેળવવા મુશ્કેલ બનતા હવે ગોધરાના ખમીરવંત વેપારીઓએ તેનો સસ્તો અને મજબૂત વિકલ્પ શોધી કાઢ્યો છે. શહેરના માર્ગો પર આવેલી ચાની કીટલીઓ, નાસ્તાની લારીઓ અને નાની હોટલો પર હવે ગેસના બદલે લાકડા અને વીજળીથી ચાલતા ''પંખાવાળા ચૂલા'' (ઈલેક્ટ્રિક બ્લોઅર સ્ટવ) ધમધમતા જોવા મળી રહ્યા છે. ગોધરા ખાતે ગેસની અછત વચ્ચે ચા નાસ્તા નાની મોટી હોટલના સંચાલકોએ દેશી જુગાડથી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે.આ ચૂલાને ટેકનિકલ ભાષામાં ''ફોર્સ ડ્રાફ્ટ બાયોમાસ સ્ટવ'' તરીકે ઓળખવામાં આવે છે.આમાં નીચેના ભાગે એક નાની ઈલેક્ટ્રિક મોટર એટલે કે બ્લોઅર લગાવેલું હોય છે. જ્યારે લાકડા સળગાવવામાં આવે ત્યારે આ પંખો સતત હવા ફેંકે છે, જેના કારણે આગને પૂરતો ઓક્સિજન મળે છે.આ પ્રક્રિયાથી આગ એટલી તેજ પ્રગટે છે કે લાકડાં પૂરેપૂરા સળગી જાય છે અને ગરમી વધુ પેદા થાય છે. ધુમાડાથી મુક્તિ: બ્લોઅરની મદદથી બળતણનું સંપૂર્ણ દહન થતું હોવાથી ધુમાડો ખૂબ જ ઓછો નીકળે છે. આથી ગ્રાહકો કે રસોઈ કરનારને કોઈ તકલીફ પડતી નથી. સામાન્ય ચૂલાની સરખામણીએ આમાં ખૂબ જ ઓછા લાકડા કે કોલસા વપરાય છે. ગેસના મસમોટા બિલ સામે આ વિકલ્પ ઘણો સસ્તો પડે છે. આ ચૂલો કેવી રીતે કામ કરે છે?‎ ચૂલાના નીચેના ભાગમાં એક નાની ઈલેક્ટ્રિક મોટર અથવા બ્લોઅર લગાવેલો હોય છે. જ્યારે ચૂલામાં લાકડા કે કોલસા નાખીને તેને સળગાવવામાં આવે છે ત્યારે આ બ્લોઅર સતત હવા ફેંકે છે.પૂરતી હવા મળવાના કારણે આગ ખૂબ જ તેજીથી પ્રગટે છે અને ગેસના બર્નર જેવી જ ગરમી આપતુ હોય છે. ચૂલાના કેટલાક મુખ્ય ફાયદા
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:આયુષીએ પંપ બનાવ્યો, દવા સીધી નિંદામણના છોડ પર પડશે‎
    Next Article
    Most raids in East, Crime Branch makes biggest seizures: Sweeping crackdown on LPG black market in Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment