Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધાપથે સર્જી દુવિધા:લાઠીદડમાં શેરી કરતાં રોડનું લેવલ નીચું રાખતાં પાણીનો ભરાવો

    23 hours ago

    પંચાયત માર્ગ અને મકાન વિભાગ બોટાદની વિભાગીય કચેરી દ્વારા વર્ષ 2024-25માં સુવિધાપથ અંતર્ગત લાઠીદડમાં બનાવેલા સીસી રોડમાં પાણી ભરાવા અને લેવલ નીચું હોવાની રજૂઆત તાલુકા અને જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરાઈ છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ બોટાદની વિભાગીય કચેરી હેઠળના લાઠીદડ સાળંગપુર રોડમાં સરકાર દ્વારા વર્ષ 2024-25માં સુવિધાપથ અંતર્ગત લાઠીદડ ગામે સી.સી.રોડ મંજૂર થયેલ સુવિધાપથ અંતર્ગત લાઠીદડ ગામે બનાવવામાં આવેલ સીસીરોડમાં પાણી ભરાવા અને લેવલ નીચું હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાને લઇ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહો હોવાની રજૂઆત લાઠીદડના ભુપતભાઈ પોપટભાઈ માથોળીયા દ્વારા કરાઇ છે. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ કરતાં રોડ મુખ્ય માર્ગ હોવાથી મુખ્ય બજારની બંને બાજુ આવેલ તમામ શેરીઓમાં ઢાળ સાથે મેળવવો શક્ય ન હોવાથી મુખ્ય બજારને એકંદરે યોગ્ય ઢાળ આપીને જ બનાવ્યો છે. A to Z પ્રોવિઝન સ્ટોરની સામેની શેરીમાં પાણીના ભરાવા અને નિકાલ બાબતે શેરીવાળી જગ્યાએ ડીપની જગ્યાએ મુખ્ય બજારને અનુરૂપ એકંદરે ઢાળ આપવાનું સર્વાનુમત્તે નક્કી કરાયું છે. જેનું રોજકામ પણ કરવામાં આવ્યું છે. 8 મહિનામાં રોડનું કામ પૂર્ણ કરાયું લાઠીદડ સાળંગપુર રોડનુ કામ ભવાની કન્સ્ટ્રકશન કું. બોટાદને 2 મે 2025થી શરૂ કરી તા.1 જાન્યુઆરી 2026 સુધી આઠ માસમાં પૂર્ણ કરવા માટે સોંપવામાં આવેલ હતું. જેમાં કચેરી દ્વારા ચે.0/ 220થી ચે.0/530/માં સી.સી.રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા ચે.0/000 થી 0/220માં સી.સી.રોડની કામગીરી બાકી છે. તેમ બીપીનભાઈ પરમાર નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ બોટાદએ જણાવ્યું હતું. > બીપીનભાઈ પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર, RB બોટાદ
    Click here to Read More
    Previous Article
    શિક્ષકોનું કરાયું સન્માન:બોટાદ જિલ્લાના 100 શિક્ષકનું શ્રેષ્ઠ શિક્ષક પ્રતિભા એવોર્ડથી ખાસ સન્માન
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સિરામિક ઉદ્યોગના શટડાઉનથી 2 લાખ શ્રમિકના પેટ પર પાટું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment