Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓના આરોગ્ય સુધારવાનો પ્રયાસ‎:ભરૂચની પ્રા.શાળામાં સુખડીને બદલે મિલેટ આધારિત પૌષ્ટિક સુખડી મળશે

    2 days ago

    રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ વર્ષોથી અપાતી પરંપરાગત સુખડીને હવે બંધ કરીને તેના સ્થાને શ્રી અન્ન (મિલેટ) આધારિત પૌષ્ટિક સુખડી આપવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ને વેગ આપવાનો તેમજ વિદ્યાર્થીઓમા બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાનો છે. નવી મેનુ રચના મુજબ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ થી સમૃદ્ધ આહાર મળશે, જેનાથી કુપોષણમાં ઘટાડો થવાની સાથે દેશી અનાજને પણ પ્રોત્સાહન મળશે. ભરૂચ જિલ્લામાં અંદાજે 900થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. માત્ર સુખડી માં ફેરફાર નહીં, પરંતુ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ પણ સંતુલિત અને પૌષ્ટિક નાસ્તા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે રેસીપી બુક અને વીડિયો ક્લિપ પણ પૂરા પાડવામાં આવશે. નવી મેનુ અમલ બાદ એક મહિના પછી તેના પ્રભાવ અને સ્વીકાર અંગે સર્વેક્ષણ પણ કરવામાં આવશે. પોષણ યુક્ત આહાર મળવાથી બાળકોની તંદુરસ્તી પણ જળવાઈ રહે બાળકોને પોષણ યુક્ત નાસ્તો અને પોષણ યુક્ત આહાર મળવાથી બાળકોની તંદુરસ્તી પણ જળવાઈ રહે અને એમની હાજરીમાં પણ વધારો થશે. બાળકો માટે ખૂબ સારી યોજના છે એને બાળકોને જે પોષણ યુક્ત આહાર મળે છે તેને અમે આવકારીએ છીએ. - પ્રદીપ સિંહ રણા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ભરૂચ શાળામાં હવે બાળકોને નવા મેનૂ મુજબ આટલી વસ્તુ આપવામાં આવશે સોમવારે માગ ચાટ જેમાં મગ, ટામેટા, ડુંગળી વગેરેનો ઉપયોગ થશે, મંગળ વારે વેજીટેબલ પૌવા જેમાં સિંગ દાણા, બટાકા, ડુંગળી, ટામેટા, બીટ અને પૌવા નો ઉપયોગ થશે. બુધવારે મિક્સ કઠોળ જેમાં ચણા, મગ, મઠ, ચોળા, ટામેટાં, ડુંગળી નો વપરાશ થશે. ગુરુવારે મિલેટ સુખડી જેમાં શ્રી અન્ન લોટ, સીંગદાણા, ગોળ નો ઉપયોગ થશે. શુક્રવારે વેજીટેબલ ઉપમા અને શનિવારે વેજીટેબલ પૌવા આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:સરકારી શાળામાં 3 હજાર પુસ્તકની લાઇબ્રેરી, છાત્રો કરશે સંચાલન
    Next Article
    બ્રહ્મ સમાજની અનોખી પહેલ:ભરૂચ શહેરમાં બ્રહ્મ સમાજની 24 સાસુ વહુને એક સાથે સન્માનિત કરવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment