Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, આત્મહત્યા કરવા જાઉં છું':સુરતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં વિદ્યાર્થીએ ચીઠ્ઠીમાં લખી પોતાની વ્યથા, સિવિલમાં સારવાર માટે લઈ જવાતા ડોક્ટર પાસે દર્દ ઠાલવ્યું

    16 hours ago

    સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતનાં સિટીલાઈટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનાં પ્રિન્સિપાલ અને શિક્ષક સામે વિદ્યાર્થીએ શારીરિક અત્યાચાર ગુજારવા અંગે ગંભીર આક્ષેપો કરતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા એક વર્ષથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક તેને માર મારતા હોવાથી તેમનો અત્યાચાર સહન નહીં થતાં આત્મહત્યા કરવા જાઉં છું એવી ચીઠ્ઠી વિદ્યાર્થીએ લખતાં તેનાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતાં. વિદ્યાર્થીને સારવાર તેમજ કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તો ત્યાં પણ તેણે ડોક્ટરને પ્રિન્સિપાલ અને શિક્ષકનાં અત્યાચારની કેફિયત વર્ણવતાં ડોક્ટર પણ ચોંકી ઉઠ્યાં હતાં. 'હું આત્મહત્યા કરવા જાઉં છું' મળતી માહિતી પ્રમાણે, સિટીલાઈટ વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતાં 14 વર્ષીય પ્રકાશે(નામ બદલ્યું છે) ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, પ્રિન્સિપાલ અને મહિલા ટીચરે માર મારી હડસેલ્યો હતો. જો ઘરે વાત કરી તો પરિવારજનોને ખોટી વાત કરીને શાળામાં તોફાન મસ્તી કરતો હોવાની અને બીજા વિદ્યાર્થીઓને ગાળો બોલી માર મારતો હોવાની ફરિયાદ કરવાની ધમકી આપતાં હતાં. છેલ્લા ઘણાં સમયથી મને ટોર્ચર કરવામાં આવે છે એટલે હું આત્મહત્યા કરવા જાઉં છું. મારી ઉપર ગુજારવામાં આવતાં અત્યાચારનાં સાક્ષી મારા મિત્રો છે. (પ્રકાશે ત્રણેય મિત્રોનાં નામો પણ ચીઠ્ઠીમાં લખ્યાં છે) આત્મહત્યા કરવા જતો હતો ને તેની બહેને રોક્યો પ્રકાશની બહેનનાં હાથમાં ચીઠ્ઠી આવી જતાં શાળાનાં પ્રિન્સિપાલ અને ટીચરનાં અત્યાચારનો ભાંડો ફૂટ્યો હતો. પ્રકાશનાં હાથમાં ઈજાનાં નિશાન પણ હોવાથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર કરનાર ડોક્ટરને પણ તેણે પ્રિન્સિપાલ અને ટીચર દ્વારા ગુજારવામાં આવતાં અત્યાચારની કેફિયત જણાવી હતી. ગત શુક્રવારે સવારે સ્કુલમાં માર મારવામાં આવ્યો હતો અને સાંજે 7.30 વાગ્યે પ્રકાશ આત્મહત્યા કરવા જતો હતો ત્યારે તેની બહેને તેને રોક્યો ત્યારે તેના ખિસ્સામાંથી પ્રકાશે લખેલી સ્યુસાઈડ નોટ તેની બહેનનાં હાથમાં આવી જતાં તે ચોંકી ઉઠી હતી. સિવિલ હોસ્પિટલનાં તબીબોએ તમામ વિગતોનો ઉલ્લેખ કેસ પેપરમાં કર્યો છે અને પ્રકાશનાં હાથમાં થયેલી ઈજાની પણ નોંધ કરી હતી. પ્રકાશ નામનો વિદ્યાર્થી ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. હોસ્પિટલના CMO ડૉક્ટરે તપાસ હાથ ધરતા વિદ્યાર્થીના જમણા હાથ પર ઈજા અને ઉઝરડાના નિશાન જોવા મળ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. વાલીને જાણ કરવાનો પ્રયાસ કરતા વધુ માર મારવાની ધમકી અપાઈ વિદ્યાર્થીને જણાવ્યા પ્રમાણે, છેલ્લા એક વર્ષથી શાળાના પ્રિન્સિપાલ અને એક મહિલા શિક્ષિકા દ્વારા તેને વારંવાર માર મારવામાં આવતો હતો. ફક્ત એટલું જ નહીં, કેટલાક પ્રસંગે તેનું ગળું દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રકાશના જણાવ્યા પ્રમાણે જ્યારે તેણે આ બાબતે પોતાના વાલીઓને જાણ કરવાની કોશિશ કરી, ત્યારે તેને વધુ માર મારવાની ધમકીઓ આપવામાં આવતી હતી. સતત હેરાનગતિથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરવાનો વિચાર કર્યો વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે, લગભગ બે મહિના પહેલા પણ આવી જ ઘટના બની હતી. તે સમયે વાલીઓને જાણ થતાં મામલો શાંત થઈ ગયો હતો પરંતુ, શુક્રવારે સવારે લગભગ સાડા નવ વાગ્યે ફરીથી પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષકે તેને માર માર્યો હતો, જેના કારણે તે માનસિક રીતે તૂટી ગયો હતો. આ સતત હેરાનગતિથી કંટાળીને પ્રકાશે આત્મહત્યાનો પ્રયાસ કરવાનો વિચાર કર્યો હતો. તેણે સુસાઇડ નોટ પણ લખી હતી. પરંતુ સદભાગ્યે, તેની બહેનને આ બાબતની જાણ થઈ ગઈ અને તેના બેગની તપાસ કરતાં સુસાઈડ નોટ મળી આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અક્ષરશઃ સુસાઇડ નોટ હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું કારણ કે, મને સ્કૂલમાં ખૂબ જ ટોર્ચર કરવામાં આવતો હતો. મારી સ્કૂલનું નામ....... ઈંગ્લીશ મીડીયમ છે. મને સ્કૂલમાં ટોર્ચર કરનાર ટીચરનું નામ પ્રિન્સિપાલ મેમ અને મહિલા ટીચર છે. આ લોકો મને ખૂબ જ મારતા હતા અને ઢોરમાર મારતા હતા અને ધમકી આપતા હતા કે, જો તે આ વાત ઘરવાળાઓને જણાવી તો ખૂબ જ માર મારશો અને તારા ઘરે ફોન કરીને એવું કહીશું કે તમારો દીકરો ખૂબ જ મસ્તી કરે છે અને અપશબ્દો બોલે છે અને છોકરાઓ સાથે ઝઘડો પણ કરે છે. જેના કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારા પરિવારજનો ધ્યાન રાખજો અને મારી પાસે પુરાવા પણ છે મારા ક્લાસ માંથી મારા દોસ્ત પુરાવા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા પર થયેલ આક્ષેપો પાયા વિહોણા:મેડિકલ રિપોર્ટમાં ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી, ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું આવ્યું સામે
    Next Article
    કન્સ્ટ્રક્શન સાઈટ સુપરવાઈઝરને બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો:રૂમમાં યુવતી સર્વિસ આપવા આવી ને તરત જ નકલી પોલીસ ત્રાટકી, રેપ કર્યો છે કહી 5 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment